Vodafoneએ લૉન્ચ કર્યો 59 રુપિયાનો નવો પ્લાન, દરરોજ મળશે 1GB ડેટા

એક અઠવાડિયાની માન્યતાવાળા આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 1 જીબી ડેટા મળશે, એટલે કે તમને કુલ 7 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. ડેટા ઉપરાંત વોડાફોન આ પ્લાનમાં બીજો કોઇ ફાયદો આપતી નથી.

News18 Gujarati
Updated: September 10, 2019, 4:13 PM IST
Vodafoneએ લૉન્ચ કર્યો 59 રુપિયાનો નવો પ્લાન, દરરોજ મળશે 1GB ડેટા
આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 1 જીબી ડેટા મળશે.
News18 Gujarati
Updated: September 10, 2019, 4:13 PM IST
તમામ ટેલિકોમ કંપનીઓ તેમના ગ્રાહકોને આકર્ષવા માટે નવા પ્લાન લઇને આવે છે. સ્પર્ધાત્મક રહેવા માટે કંપનીઓએ તેમના પ્લાનમાં બદલાવની સાથે સાથે બજારમાં નવા પ્લાન રજૂ કરવા પડે છે. હવે આ દિવસોમાં ગ્રાહકો એવા પ્લાન પણ પસંદ કરે છે જે ઓછી કિંમતે વધુ ડેટા આપે છે.

વોડાફોને નાના પ્લાનની રેન્જને વધારને ઉતાર્યો પ્લાન'

ગ્રાહકોની આ સમસ્યાને સમજીને ટેલિકોમ કંપનીઓએ સસ્તુ પેક્સ ઑફર કરવાનું શરૂ કર્યું. આ પેક ઓછા ભાવવાળા યૂઝર્સોને વધુ લાભ આપે છે. આવા નાના પેકની રેન્જમાં વધારો કરીને વોડાફોને 59 રૂપિયાનો પ્લાન રજૂ કર્યો છે. એક અઠવાડિયાની માન્યતાવાળા આ પ્લાનમાં યૂઝર્સોને દરરોજ 1 જીબી ડેટા મળશે, એટલે કે તમને કુલ 7 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. ડેટા ઉપરાંત કંપની આ પ્લાનમાં અન્ય કોઇ લાભ આપી રહી નથી. વોડાફોને થોડા મહિના પહેલા 16 રૂપિયાનો ફિલ્મ પ્લાન પણ રજૂ કર્યો હતો. એક દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં 1 જીબી ડેટા મળી રહ્યો છે.

આ પણ વાંચો: આજે લૉન્ચ થશે ત્રણ નવા iPhone, અહીં જુઓ LIVE



તાજેતરમાં કંપનીએ રજૂ કર્યો હતો ફક્ત કૉલિંગ સુવિધાવાળો પ્લાન
Loading...

વોડાફોને આ પહેલા 154 રુપિયાનો પ્લાન ઓફર કર્યો હતો. આ પ્લાનની માન્યતા 180 દિવસની છે. આ પ્લાનમાં યુઝર્સને 600 મિનિટ લોકલ કોલિંગ મળે છે. તેનો ઉપયોગ બપોરે 12 થી સવારે 6 વાગ્યા સુધી જ કરવામાં આવે છે. આ પ્લાનમાં વોડાફોનથી વોડાફોન ઉપરાંત તમામ સ્થાનિક અને રાષ્ટ્રીય કોલિંગ માટે, પ્રતિ સેકંડ 2.5 પૈસાના દરે ચાર્જ લેવામાં આવશે.

એરટેલે જુલાઇમાં રજૂ કર્યુ હતુ 148 રુપિયાવાળુ પ્રીપેડ રિચાર્જ

ભારતી એરટેલે જુલાઇમાં 148 રૂપિયાવાળા પ્રીપેડ રિચાર્જ પ્લાનને રજૂ કર્યો હતો. આમાં એરટેલ સબક્રાઈબને 28 દિવસ માટે અનલિમિટેડ કોલની સુવિધા મળી રહી છે. સાથે જ 3 જીબી ડેટા પણ મળી રહ્યો છે. આ પહેલા એરટેલે 145 રુપિયાનું એરટેલ રિચાર્જ પેક રજૂ કર્યુ હતુ. આ પેકની માન્યતા 42 દિવસની છે.
First published: September 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...