જો તમે વોડાફોન યૂઝર્સ છો તો આ સમાચાર તમારા માટે સારા છે. ટેલિકોમ કંપનીઓમાં વધતી જતી સ્પર્ધાને ધ્યાનમાં રાખીને, વોડાફોને તેના પોસ્ટ પેઇડ યૂઝર્સ માટે એક ખાસ યોજના રજૂ કરી છે, જેમાં યૂઝર્સને અનલિમીટેડ કૉલિંગ અને ઇન્ટરનેટ લાભ મળશે. ફક્ત આટલું જ નહીં, યૂઝર્સને 12 મહિનાનું વોડાફોન પ્લે સબ્સ્ક્રિપ્શન અને એક વર્ષ માટે એમેઝોન પ્રાઇમ વીડિયો સબ્સ્ક્રિપ્શન મળશે. તમને આ પ્લાનમાં નવો આઇફોન 5S પણ મળશે. ચાલો જાણીએ કે કેવી રીતે ...
ટેલિકોમ ટોક કંપની પાસેથી મળેલી માહિતી અનુસાર આ પ્લાનને RED iPhone Foreve નામથી લોન્ચ કર્યો છે જેમાં તમે એક મહિના 649 રૂપિયાનો પ્લાન લેવા માંગો છો તો તેમા તમને અનલિમીટેડ લોકલ અને એસટીડી કોલ્સનો લાભ મળશે, આ ઉપરાંત તેમા 90 જીબી 2 જી / 3 જી / 4 જી ડેટા ઉપલબ્ધ થશે.
આ પ્લાનમાં યૂઝર્સને 12 મહિના વોડાફોન પ્લે સબ્સ્ક્રિપ્શન અને એક વર્ષ માટે એમેઝોનનો પ્રાઇમ વીડિયો સબ્સ્ક્રિપ્શન પણ મળશે. કંપની આ પ્લાનને રેડ આઇફોન ફોરેવરના નામથી લોન્ચ કર્યો છે. જો તમારો iPhone ભૂલથી તમારા હાથમાંથી પડી જાય છે અને તેની ડિસ્પ્લે તૂટી જાય છે અથવા તો ફોનમાં કંઇપણ ખરાબી આવે છે તો તમે આ ફોનને રિપેર કરવા પરત મોકલી શકો આ માટે સર્વિસ હેડલિંગ્સ હેઠળ 2000 રુપિયા આપવા પડશે.
આટલુ જ નહીં આ પ્લાનમાં વોડાફોન બાયબેક ઓફરનો લાભ પણ આપી રહ્યું છે, જેના હેઠળ તમે તમારા આઇફોનને બદલી શકો છો અને નવો આઈફોન લઈ શકો છો. પરંતુ આ સુવિધા માત્ર આઇફોન 5 એસ સાથે જ છે. આ લાભ ત્યારે મળશે જ્યારે તમે આઈફોન 5 એસ કોઇ રિટેલર પાસેથી ખરીદવામાં આવ્યો હોય અને તે 18 મહિના સુધી જુનો હોય.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર