Vodafone Idea VIP numbers: તમારી પસંદગીનો કે જન્મ તારીખ પ્રમાણે પસંદ કરો મોબાઇલ નંબર, વોડાફોન-આઈડિયાની ખાસ સુવિધા
Vodafone Idea VIP numbers: તમારી પસંદગીનો કે જન્મ તારીખ પ્રમાણે પસંદ કરો મોબાઇલ નંબર, વોડાફોન-આઈડિયાની ખાસ સુવિધા
વોડાફોન-આઇડિયા સ્ટોર
Vodafone Idea VIP numbers: જો તમે તમારા લકી નંબર, જન્મ દિવસ કે એનિવર્સરી પ્રમાણે મોબાઇલ નંબર શોધી રહ્યા છો તો વોડાફોન-આઈડિયા તમને સારો મોકો આપી રહી છે.
મુંબઈ. Vodafone Idea VIP numbers: ટેલીકોમ કંપનીઓ વધુમાં વધુ ગ્રાહકોનો પોતાના તરફ આકર્ષવા માટે નવી નવી સ્કીમ લૉંચ કરે છે. પ્રીપેડ ટેરિફ પ્લાન (Prepaid tarriff plans)માં વધારો કર્યાં બાદ કંપનીઓ હવે યૂઝર્સ માટે સસ્તા પ્લાન્સ લોંચ કરી રહી છે. ડેટા, વેલિડિટી કે અન્ય લલચામણી ઑફર આપીને ટેલીકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને અન્ય ઓપરેટર પાસે નથી જવા દેવા માંગતી. વોડાફોન-આઈડિયા (Vodafone Idea) કંપની આવી જ એક ઑફર લઈને આવી છે. Vi પોતાના યૂઝર્સને પસંદગીનો નંબર (Vodafone choice mobile number) પસંદ કરવાનો મોકો આપી રહી છે. ખાસ વાત એ છે કે તમને ઘર બેઠા જ તમારી પસંદગીનો નંબર મળશે. વોડાફોન આઇડિયા યૂઝર્સને ફ્રી ડોરસ્ટેપ ડિલીવરી (Free doorstep delivery) સાથે સાથે પ્રીમિયમ, ફેન્સી અને કસ્ટમાઇઝ્ડ મોબાઇલ નંબર પસંદ કરવાનો મોકો આપે છે.
જો તમે તમારા લકી નંબર, જન્મ તારીખ, લગ્નની તિથિ કે અન્ય તારીખ પ્રમાણે મોબાઇલ નંબર શોધી રહ્યા છો તો વોડાફોન-આઈડિયા તમને આ તક આપી રહી છે. તમે જે પ્રકારનો નંબર ઇચ્છો તે મેળવી શકો છો. પ્રીપેડ અન પોસ્ટપેડ બંને યૂઝર્સ આ પ્રકારના નંબરની પસંદગી કરી શકે છે.
આ શહેરમાં મળી રહી છે સુવિધા
વોડાફોન-આઈડિયા આ સુવિધા અમુક પસંદગીના શહેરમાં આપી રહી છે. આ શહેરમાં દિલ્હી, મુંબઈ, પુણે, હૈદરાબાદ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, અમદાવાદ, સુરત અને જયપુરમાં ઉપલબ્ધ છે. આ શહેરોમાં તમને ડોર સ્ટેપ ડિલિવરી એટલે કે કંપની તરફથી તમારા ઘરે સીમકાર્ડ પહોંચાડવામાં આવશે. જોકે, આ શહેર સિવાયના લોકો પણ આ ઑફર્સનો લાભ ઉઠાવી શકે છે પરંતુ આ માટે તેમણે નજીકના વોડાફોન-આઈડિયા સ્ટોર્સ પર જવું પડશે.
પસંદગીનો નંબર કેવી રીતે મળશે?
જો તમે પણ પસંદગીનો નંબર મેળવવા માંગો છો તો તમારે વોડાફોન-આઈડિયાની વેબસાઇટ www.myvi.in પર જવું પડશે. જ્યાં પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનનો વિકલ્પ પસંદ કરો. હવે તમારે તમારો પિનકોડ નંબર દાખલ કરવો પડશે. સાથે તમારે તમારો મોબાઇલ નંબર પણ દાખલ કરવો પડશે. જે બાદમાં તમે મોબાઇલ નંબરની પસંદગી કરી શકો છો. જો આ નંબર્સમાં તમારો પસંદગીનો નંબર નથી તો તમારી પસંદગીનો નંબર દાખલ કરો. જે બાદમાં એક યાદી તમારી સમક્ષ આવશે.
અહીં તમને Get VIP Numberનો વિકલ્પ પણ જોવા મળશે. તેના પર ક્લિક કરવાની રહેશે. જ્યાં તમને તમારી પસંદગીનો નંબર દાખલ કરવાનો વિકલ્પ મળશે. જે બાદમાં તમારી સમક્ષ એક યાદી આવી જશે. આ નંબરની સામે તેની કિંમત પણ લખી હતી. આ રીતે તમે તમારી પસંદગીનો મોબાઇલ નંબર પસંદ કરી શકો છો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર