Home /News /tech /Vodafone Idea ગ્રાહકોને FREE આપી રહ્યું છે 2GB Data, જાણો કઈ રીતે મેળવવો તેનો લાભ

Vodafone Idea ગ્રાહકોને FREE આપી રહ્યું છે 2GB Data, જાણો કઈ રીતે મેળવવો તેનો લાભ

નવી ઓફર હેઠળ વોડાફોન આઇડિયાના યુઝર્સને ફ્રીમાં 2GB સુધી ડેટા મળી રહ્યો છે.

Vodafone Idea (Vi)એ પોતાના ઘણાં અનલિમિટેડ હીરો પ્રી-પેડ પ્લાન માટે ડેટા ડિલાઇટ ઓફર રજૂ કરી છે. આ નવી ઓફર હેઠળ વોડાફોન આઇડિયાના યુઝર્સને ફ્રીમાં 2GB સુધી ડેટા મળી રહ્યો છે.

Vodafone Idea Data Offer: Vodafone Idea (Vi)એ આ વખતે પોતાના ગ્રાહકો માટે એક ખાસ ઓફર રજૂ કરી છે જેનાથી તેમને જલસો પડી જશે. કંપનીએ તેના ઘણાં અનલિમિટેડ હીરો પ્રી-પેડ પ્લાન માટે ડેટા ડિલાઇટ ઓફર (Data Delight Offer) રજૂ કરી છે. આ નવી ઓફર હેઠળ વોડાફોન આઇડિયાના યુઝર્સને ફ્રીમાં 2GB સુધી ડેટા મળી રહ્યો છે. એટલે કે તેમાં ઘણો ફાયદો મળી રહ્યો છે, પરંતુ આ ઓફર આપોઆપ એક્ટિવ નહીં થાય. તેને એક્ટિવ કરવા માટે યુઝર્સે પોતાના Vodafone Idea નંબરથી 121249 ડાયલ કરવાનો રહેશે અને ઓફરને Vi મોબાઇલ એપ દ્વારા પણ એક્ટિવ કરી શકાશે. અમે તમને સાથે એ પણ જણાવી રહ્યા છીએ કે આગળ શું શરતો લાગુ કરવામાં આવી છે.

Vodafone Idea (Vi)ના અનલિમિટેડ હીરો પ્લાનની કિંમત 299 રૂપિયાથી શરુ થઈ રહી છે. એટલું જ નહીં આ ઓફર 359 રૂપિયા, 409 રૂપિયા અને 475 રૂપિયાના પ્લાન સાથે પણ મળી રહી છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે ડેટા ડિલાઇટ ઓફર હેઠળ યુઝર્સને દર મહિને 2GB ફ્રી ડેટા મળશે. આ ઉપરાંત બિંજ ઓલ નાઇટ મળશે, જેમાં રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અનલિમિટેડ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકાશે.

આ પણ વાંચો: Jio, Airtel, Vi: એક વખતના રિચાર્જ પર કરો આખું વર્ષ ફ્રી કોલિંગ, દમદાર બેનિફિટ્સ સાથે આવે છે આ પ્લાન

ખાસ વાત એ છે કે આ નવી ઓફરમાં વિકેન્ડ ડેટા રોલઓવર પણ છે. એટલે કે આખા અઠવાડિયા દરમિયાન જે ડેટા વધ્યો છે તેનો યુઝ શનિવાર અને રવિવારે કરી શકાશે. હવે આ ઓફર યુવાનોને ખૂબ પસંદ આવી રહી છે.

આ પણ વાંચો: 9 હજારથી પણ ઓછી કિંમતમાં લોન્ચ થયો Vivo Y01, મળશે 5000mAh બેટરી સહિતના આકર્ષક ફીચર્સ

Vi (Vodafone Idea)એ થોડા સમય પહેલા 82 રૂપિયાનું એક એડ ઓન પેક રજૂ કર્યો હતો જે 28 દિવસની વેલિડિટી સાથે આવે છે અને તેમાં SonyLIV પ્રીમિયમનું સબસ્ક્રીપ્શન મળી રહ્યું છે. આ સિવાય Viએ 31 દિવસ સુધીની વેલિડિટી સાથે પણ 98 રૂપિયા, 195 રૂપિયા અને 319 રૂપિયાના પ્રી-પેડ પ્લાન રજૂ કર્યા છે. આ પ્લાનમાં ડેઇલી 2 GB ડેટા અને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગનો ફાયદો મળી રહ્યો છે.
First published:

Tags: Gujarati tech news, Mobile and Technology, Vodafone Idea