Vodafone Ideaએ 30 અને 31 દિવસની વેલિડિટીવાળા 2 સસ્તા પ્લાન કર્યા લોન્ચ, Airtel-Jioને ટક્કર!
Vodafone Ideaએ 30 અને 31 દિવસની વેલિડિટીવાળા 2 સસ્તા પ્લાન કર્યા લોન્ચ, Airtel-Jioને ટક્કર!
Vodafone Ideaએ TRAIના નિર્દેશોનું પાલન કરતા નવા પ્લાન રજૂ કર્યા છે.
Vi Prepaid Plans: નવો 337 રૂપિયાનો પ્રીપેડ રિચાર્જ પ્લાન યુઝરને અનલિમિટેડ વોઇસ કોલ, દરરોજ 100 SMS અને કુલ 28 GB ડેટાનો લાભ આપે છે. તેની વેલિડિટી 31 દિવસની છે. આ સાથે Vi Movies અને TV સબસ્ક્રિપ્શન પણ મળે છે.
Vi Latest Prepaid Plans: Vi એટલે કે વોડાફોન આઇડિયા (Vodafone Idea) એ ભારતમાં બે નવા પ્રીપેડ રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે. તેની કિંમત 327 રૂપિયા અને 337 રૂપિયા છે. બંને પ્લાનમાં અલગ-અલગ ડેટા લિમિટ મળે છે. 327 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં 30 દિવસની વેલિડિટી મળે છે જ્યારે 337 રૂપિયાનો પ્લાન 31 દિવસ માટે વેલિડ છે. આ ઉપરાંત, Viના આ પ્રીપેડ પ્લાનમાં Vi Movies અને TV સબસ્ક્રિપ્શન પણ મળે છે.
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ જાન્યુઆરીમાં ટેલિકોમ કંપનીઓને ઓછામાં ઓછો એક એવો રિચાર્જ પ્લાન રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો જેની વેલિડિટી 30 દિવસની હોય. વોડાફોનનું આ પગલું એ જ સંદર્ભમાં આવ્યું છે. કંપનીઓને ફરજિયાતપણે એક એવો પ્લાન આપવાનું પણ કહેવામાં આવ્યું જે દર મહિને એક જ દિવસે રિન્યુ થાય.
Vi Rs. 327 and Rs. 337 prepaid recharge plan benefits
Viની વેબસાઈટ મુજબ, નવો 327 રૂપિયાનો પ્રીપેડ રિચાર્જ પ્લાન અનલિમિટેડ વોઈસ કોલ, દરરોજ 100 SMS અને કુલ 25GB ઈન્ટરનેટ ડેટાનો લાભ આપે છે. પ્લાનની વેલિડિટી 30 દિવસની છે. નવો 337 રૂપિયાનો પ્રીપેડ રિચાર્જ પ્લાન યુઝરને અનલિમિટેડ વોઇસ કોલ, દરરોજ 100 SMS અને કુલ 28 GB ડેટાનો લાભ આપે છે. તેની વેલિડિટી 31 દિવસની છે. આ સાથે Vi Movies અને TV સબસ્ક્રિપ્શન પણ મળે છે.
Reliance Jio અને Airtelએ પણ ગ્રાહકો માટે આ જ પ્રકારના રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે. તાજેતરમાં એરટેલે 296 રૂપિયા અને 319 રૂપિયાના પ્રીપેડ રિચાર્જ પ્લાનની જાહેરાત કરી. બંને પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલ અને ડેઇલી 100 SMS મળે છે. 296 રૂપિયાનો એરટેલ પ્રીપેડ રિચાર્જ પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે 25GB ડેટા આપે છે. જ્યારે 319 રૂપિયાનો પ્લાન એક મહિનાની વેલિડિટી સાથે ડેઇલી 2GB હાઇ સ્પીડ ડેટાનો લાભ આપે છે.
તો રિલાયન્સ જિયોએ તાજેતરમાં 259 રૂપિયાનો પ્રીપેડ પ્લાન રજૂ કર્યો છે. Jioનો 259 રૂપિયાનો પ્રીપેડ રિચાર્જ પ્લાન (Rs 259 Jio plan) દરરોજ 1.5 GB હાઇ-સ્પીડ ઇન્ટરનેટ ડેટા, 100 SMS અને અનલિમિટેડ કોલિંગની સુવિધા આપે છે. આ સાથે એક્સ્ટ્રા બેનિફિટ્સ તરીકે જિયો એપ્સનું સબ્સ્ક્રિપ્શન પણ મળે છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર