Home /News /tech /

Vodafone Idea Best Plans: 300 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મેળવો ડેઈલી ડેટા અને અઢળક Benefits

Vodafone Idea Best Plans: 300 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મેળવો ડેઈલી ડેટા અને અઢળક Benefits

વોડાફોન આઇડિયા બેસ્ટ પ્રીપેડ પ્લાન્સ

Vodafone Idea Best Plans: આજે અમે તમને વોડાફોન આઈડિયા (Vodafone Idea) કે વીઆઈ (Vi)ના પાંચ એવા જબરદસ્ત પ્રીપેડ પ્લાન્સ વિશે જણાવી રહ્યા છીએ જે ઓછી કિંમતમાં બહુ બધા બેનિફિટ્સ ઓફર કરી રહ્યા છે.

    Vodafone Idea Best Plans: દેશની દરેક નાની-મોટી ટેલિકોમ કંપનીઓનો આ પ્રયત્ન રહે છે કે તેઓ ગ્રાહકોને ઓછી કિંમતમાં વધારે બેનિફિટ આપતા પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન્સ ઓફર કરે. આજે અમે તમને પ્રાઈવેટ ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા (Vodafone Idea) કે વીઆઈ (Vi)ના પાંચ એવા જબરદસ્ત પ્રીપેડ પ્લાન્સ વિશે જણાવી રહ્યા છીએ જે ઓછી કિંમતમાં બહુ બધા બેનિફિટ્સ ઓફર કરી રહ્યા છે. આ દરેક પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.

    Viનો સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન

    અમે જે પ્લાનની વાત કરી રહ્યા છીએ, તે આ લિસ્ટનો સૌથી સસ્તો પ્લાન છે. 179 રૂપિયાના બદલે તમને આ પ્લાનમાં 28 દિવસ માટે કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ, કુલ 2GB હાઈ સ્પીડ ઇન્ટરનેટ અને 28 દિવસો માટે 300 એસએમએસની સુવિધા મળશે. આ ઉપરાંત, તમને આ પ્લાનમાં વીઆઈ મૂવીઝ એન્ડ ટીવીનું પણ ફ્રી એક્સેસ આપવામાં આવશે.

    આ પણ વાંચો: Smartphone Internet Speed: સ્માર્ટફોનમાં SIMનો આ રીતે કરો ઉપયોગ, મળશે બંપર ઇન્ટરનેટ સ્પીડ

    Viનો 269 રૂપિયાનો પ્લાન

    વીઆઈનો આ પ્લાન પણ 28 દિવસની વેલિડિટી સાથે આવે છે અને તેમાં તમને ડેઈલી 1 GB ડેટા, 100 SMS પ્રતિદિનની સુવિધા અને કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા મળશે. સાથે જ, ઓટીટી બેનિફિટ્સની વાત કરીએ તો આ પ્લાન વીઆઈ મૂવીઝ એન્ડ ટીવી એપના ફ્રી એક્સેસ સાથે આવે છે. આ પ્લાનની કિંમત 269 રૂપિયા છે.

    Viનો 299 રૂપિયાનો પ્લાન

    Viનો આ પ્લાન 299 રૂપિયાનો છે અને તેમાં તમને ઘણાં કમાલના બેનિફિટ્સ મળે છે. આ પ્લાન 28 દિવસ માટે 1.5GB ડેઈલી ડેટા, કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ અને 100 એસએમએસ પ્રતિ દિનની સુવિધાઓ સાથે આવે છે. આ પ્લાન વીઆઈ મૂવીઝ એન્ડ ટીવીના ફ્રી એક્સેસ સાથે આવે છે. આ ઉપરાંત આ પ્લાનમાં તમને કંપનીના ખાસ વીકેન્ડ ડેટા રોલોવર, બિંજ ઓલ નાઇટ અને દર મહિને 2GB બેકઅપ ડેટાના બેનિફિટ્સ પણ આપવામાં આવશે.

    આ પણ વાંચો: BSNLનો ધાંસુ પ્લાન! ઓછી કિંમતમાં 60 દિવસ સુધી મેળવો 100GB ડેટા અને અઢળક Benefits

    Viનો 359 રૂપિયાનો પ્લાન

    Viનો આ પ્લાન 359 રૂપિયાનો છે અને તેમાં તમને 28 દિવસ માટે 2GB ડેઈલી ડેટા, કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને 100 એસએમએસ પ્રતિ દિનની સુવિધા મળે છે. આ પ્લાન વીઆઈ મૂવીઝ એન્ડ ટીવીના ફ્રી એક્સેસ સાથે આવે છે. આ ઉપરાંત આ પ્લાનમાં તમને કંપનીના ખાસ વીકેન્ડ ડેટા રોલોવર, બિંજ ઓલ નાઇટ અને દર મહિને 2GB બેકઅપ ડેટાના બેનિફિટ્સ પણ આપવામાં આવશે.

    Viનો 475 રૂપિયાનો પ્લાન

    Viના આ 475 રૂપિયાના પ્લાનમાં તમને 28 દિવસ માટે 3GB ડેઈલી ડેટા, કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ અને 100 એસએમએસની સુવિધાઓ મળશે. આ પ્લાન વીઆઈ મૂવીઝ એન્ડ ટીવીના ફ્રી એક્સેસ સાથે આવે છે. આ ઉપરાંત આ પ્લાનમાં તમને કંપનીના ખાસ વીકેન્ડ ડેટા રોલોવર, બિંજ ઓલ નાઇટ અને દર મહિને 2GB બેકઅપ ડેટાના બેનિફિટ્સ પણ આપવામાં આવશે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Mobile and Technology, Prepaid Plans, Vodafone, Vodafone Idea, Vodafone plan

    આગામી સમાચાર