Vodafoneની સૌથી શાનદાર ઑફર, 799 રુપિયામાં ખરીદો 4G ફોન

વોડાફોનની નવી સ્કીમ દ્વારા ગ્રાહકોને 799 રૂપિયા આપીને 4જી સ્માર્ટફોન ખરીદવાની તક મળશે.

વોડાફોનની નવી સ્કીમ દ્વારા ગ્રાહકોને 799 રૂપિયા આપીને 4જી સ્માર્ટફોન ખરીદવાની તક મળશે.

  • Share this:
    ટેલિકોમ કંપની (telecom company) વોડાફોન આઈડિયાએ હોમ ક્રેડિટ ઇન્ડિયા સાથે ભાગીદારી કરી છે. આ અંતર્ગત ગ્રાહકો ઓછી કિંમતે સરળતાથી સ્માર્ટફોન ખરીદી શકશે. હોમ ક્રેડિટ ઇન્ડિયા આંતરરાષ્ટ્રીય કન્ઝ્યુમર ફાઇનાન્સ પ્રોવાઇડર કંપની છે. ભાગીદારી પછી બંને કંપનીઓએ એક સાથે યોજના શરૂ કરી છે. આ યોજના દ્વારા ગ્રાહકો 799 રૂપિયાનું ડાઉનપેમેન્ટ આપીને સ્માર્ટફોન ખરીદી શકશે. ઉપરાંત 180 દિવસનો એડ ઑન લાભ પણ આપવામાં આવશે.

    હોમ ક્રેડિટ પર સ્માર્ટફોનની કિંમત 3,999 રૂપિયાથી શરૂ થાય છે. તેમા ગ્રાહકોને મોટી શ્રેણીના સ્માર્ટફોન મળશે. નવી સ્કીમ દ્વારા ગ્રાહકો માત્ર 799 રૂપિયાના ડાઉન પેમેન્ટ પર કોઈપણ કિંમતના 4જી સ્માર્ટફોન ખરીદી શકે છે.

    આ પણ વાંચો: 17,699નો ફોન ખરીદો 9,000 રુપિયાથી પણ ઓછી કિંમતમાં



    ગ્રાહકોને મોટી સંખ્યામાં સ્માર્ટફોન મળશે

    ગ્રાહકો માટે હોમ ક્રેડિટ સાઇટ પર ફોનની પ્રીમિયમ રેન્જથી લઇને 3,999 રૂપિયા સુધીનાં ફોન્સ ઉપલબ્ધ છે. ઉપરાંત, વોડાફોન અને આઇડિયા યૂઝર્સ માત્ર 799 રૂપિયાના ડાઉનપેમેન્ટ સાથે પ્રારંભિક કિંમતનો ફોન ખરીદી શકશે.



    આ ઉપરાંત વોડાફોન આઈડિયા યૂઝર્સને કંપની અનલિમિટેડ વૉઇસ કૉલિંગ, દરરોજ 1.5 જીબી ડેટા અને 100 એસએમએસનો પ્લાન આપવામાં આવશે. આ પ્લાનની માન્યતા 180 દિવસ માટે રાખવામાં આવી છે.

    હોમ ક્રેડિટ 179 શહેરોમાં 20,000 પોઇન્ટ ઑફ સેલ એટલે કે પીઓએસ નેટવર્ક દ્વારા સર્વિસ પૂર્ણ કરવી રહ્યું છે, વોડાફોન આઈડિયા કહે છે કે યૂઝર્સ કંપનીના પીઓએસ સેન્ટરમાં જઈને સરળતાથી તેમના ફોનને અપગ્રેડ કરી શકે છે.
    Published by:Bhoomi Koyani
    First published: