વોડાફોન અને આઇડિયાના રિચાર્જ પર મળી રહ્યું છે બમ્પર કેશબેક, આ રીતે ઉઠાવો લાભ

News18 Gujarati
Updated: October 19, 2018, 1:56 PM IST
વોડાફોન અને આઇડિયાના રિચાર્જ પર મળી રહ્યું છે બમ્પર કેશબેક, આ રીતે ઉઠાવો લાભ
વોડાફોન અને આઇડિયાના રિચાર્જ પર 15% કેશબેક મેળવી શકો છો. આ સિવાય, અન્ય ઘણી ઓફરો આપવામાં આવી રહી છે.

વોડાફોન અને આઇડિયાના રિચાર્જ પર 15% કેશબેક મેળવી શકો છો. આ સિવાય, અન્ય ઘણી ઓફરો આપવામાં આવી રહી છે.

  • Share this:
ટેલિકોમ કંપનીઓ સતત તેમના ગ્રાહકોને આકર્ષિત કરવા માટે નવી ઓફર રજૂ કરે છે. આ કિસ્સામાં,વોડાફોને તેના ગ્રાહકો માટે કેશબેક ઓફર પણ રજૂ કરી છે, જેમાં તમે પેટ્ટીએમથી રિચાર્જ કરવા 10 ટકા કેશબેક અને વોડાફોન એપથી રિચાર્જ કરવા પર 5% કેશબેક મેળવી શકો છો.

વોડાફોન રિચાર્જ પર મેળવો આ રીતે કેશબેક

નવી યોજના અનુસાર, પેટીએમ વોડાફોનના રિચાર્જ પર 10% નું કેશબેક આપે છે. આ ઓફરનો લાભ લેવા માટે તમારે ઓછામાં ઓછા 199રુપિયા નું રિચાર્જ કરવાનું રહેશે. વધુમાં, જો તમે વોડાફોન એપ્લિકેશન અથવા વોડાફોન વેબસાઇટથી રિચાર્જ કરો છો, તો તમે 5% નું કેશબેક મેળવી શકો છો. જો કે આ સુવિધા અનલિમિટેડ પ્રિપેઇડ રિચાર્જ પેક પર ઉપલબ્ધ છે.

આઇડિયાના રિચાર્જ પર પણ મળશે કેશબેક

જો ગ્રાહક પેટીએમથી રિચાર્જ કરે છે, તો તેને 15 રુપિયાનું કેશબેક મળશે. આ ઓફર માય આઇડિયા એપ્લિકેશન પર પણ ઉપલબ્ધ છે. આ ઓફરનો લાભ લેવા માટે તમારે ઓછામાં ઓછા 199 રુપિયાનું રિચાર્જ કરવાનું રહેશે. તેની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર, 2018 છે.

આ મહિનાની શરુઆતમાં આઇડીયાએ સીટીબેંક સાથે પાર્ટનરશિપ કરી છે. જેમા પોસ્ટપેડ ગ્રાહકોને મહિનાનું બિલ આપવા પર 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે. આ ઓફરો લાભ ઉઠાવવા માટે તમારે Citibankનું ક્રેડિક કાર્ડ લેવું પડશે અને 60 દિવસમાં 4000 રુપિયા ખર્ચ કરવા પડશે.
First published: October 19, 2018, 1:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading