iPhone 13ની ખીરીદી પર પણ મળી શકે છે કેશબેક, જાણો કેટલો થશે ફાયદો

આ આઈફોન પર જોરદાર ઓફર મળી રહી છે. તસવીર- iPhone 13 Pro/Apple.

વોડાફોન-આઈડિયા (VI)ના ગ્રાહકોને iPhone 13 પર કેશબેક ઓફર આપવામામ આવી રહી છે. જો તમે નવો આઈપોન સસ્તા ભાવે ખરીદવાની ઈચ્છાઓ ધરાવો છો તો આ સારો મૌકો છે.

  • Share this:
    નવી દલ્હી: વોડાફોન-આઈડિયા (VI)ના પોસ્ટપેડ ગ્રાહકો માટે iPhone 13 પર કેશબેકના ઓફરની જાહેરાત કરી છે. એપલના નવા આઈફોનની સીરીઝ થોડા દિવસ પહેલા લોન્ચ કરવામાં આવી છે. હવે VIએ આઈફોનના પ્રી ઓર્ડર પર અમુક પ્રકારની ઓફર્સની જાહેરાત કરવામાં આવી છે, જો તમે એપલની ઓફિસિયલ વેબસઈટ પરથી આઈફોનને પ્રીઓર્ડર કરો છે તો તમે ભારત વેચાણ થયાના એક દિવસ પહેલા તમે તેને મેળવી શકો છો. આ ઓફર REDX પોસ્ટપેડ પ્લાી સાથે અમૂક પ્રકારનો કેસબેકનો પણ ફાયદો થાય છે. જેમ કે 1099 રૂપિયાની REDX પૈક 1,699 રૂપિયાનું REDXનું ફેમિલિ પેક અને 2,299 રૂપિયાનું REDX ફૈમિલી પ્લાન જાહેર કર્યો છે.

    VI એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, VI સાથે પ્રી-ઓર્ડર કરતા ગ્રાહકો ભારતમાં ઉત્પાદનની ઉપલબ્ધતાના પ્રથમ દિવસે ઉત્પાદન પ્રાપ્ત કરવાનો હકદાર રહેશે.

    ટેલિકોમ ઓપરેટરનું કહેવું છે કે, જો ગ્રાહકો ઉપરોક્ત કોઈપણ Redx યોજના પસંદ કરે તો તેઓ પ્રથમ મહિનાના ભાડાની રકમ પર '100% કેશબેક' મેળવી શકે છે. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે આ કેશબેક છ મહિનામાં બિલ પર ડિસ્કાઉન્ટ તરીકે આપવામાં આવશે.

    ગ્રાહકો નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, ડિઝની+ હોટસ્ટાર પ્રીમિયમ, કોમ્પ્લીમેન્ટરી ઇન્ટરનેશનલ રોમિંગ અને એરપોર્ટ લાઉન્જ એક્સેસ, પ્રીમિયમ કસ્ટમર સપોર્ટ અને વધુ જેવા વિવિધ REDX લાભો પણ મેળવી શકે છે.

    આ સિવાય, પ્રીપેડ VI ગ્રાહકોને કે જેઓ આઇફોન 13 ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેઓ 299 રૂપિયાના પ્રીપેડ પ્લાનના રિચાર્જ પર પણ ડબલ ડેટા લાભ મેળવી શકશે. આ ઓફર સાથે વીકેન્ડ રોલઓવરનો લાભ પણ મળશે.

    નોંધનીય છે કે આ ઓફર્સ iPhone 13, iPhone 13 mini, iPhone 13 Pro અને iPhone 13 Pro Max સહિત તમામ નવા iPhones પર માન્ય છે. ગ્રાહકો આજથી myvi.com, Vi એપ અને દેશભરમાં 270+ રિટેલર સ્ટોર્સ દ્વારા ડિવાઇસને પ્રી-ઓર્ડર કરી શકે છે.

    આ પણ વાંચો: શું તમારું Aadhar-Pan Card લિંક નથી? આજે રજાના દિવસે આ રીતે થોડી જ મિનિટોમાં કરો લિંક

    ટેલિકોમ ઓપરેટરે પુષ્ટિ કરી છે કે, જેઓ VI વેબસાઇટ પરથી મોડેલનું પ્રી-બુકિંગ કરે છે તેમને 25 સપ્ટેમ્બરથી ડિવાઇસ મળવાનું શરૂ થશે, જે શિપિંગ તારીખ છે.

    ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ  ન્યૂઝ માટે  અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવી જોવા માટે અહીં ક્લિક કરો.
    Published by:kuldipsinh barot
    First published: