Home /News /tech /

Vodafone Ideaએ લોન્ચ કર્યા સસ્તા પ્રીપેડ પ્લાન, 151 રૂપિયામાં મળશે Disney+ Hotstar, 8GB ડેટા

Vodafone Ideaએ લોન્ચ કર્યા સસ્તા પ્રીપેડ પ્લાન, 151 રૂપિયામાં મળશે Disney+ Hotstar, 8GB ડેટા

ગ્રાહકોને આ પ્લાન સાથે કુલ 8GB ડેટા આપવામાં આવી રહ્યો છે.

Vodafone Idea Prepaid Plans: Vi તેના 151 રૂપિયાના નવા પ્રીપેડ એડ-ઓન પેક ત્રણ મહિના સાથે Disney+ Hotstar મોબાઇલ સબસ્ક્રિપ્શન આપી રહી છે. ગ્રાહકોને આ પ્લાન સાથે કુલ 8GB ડેટા પણ આપવામાં આવી રહ્યો છે.

    Vodafone idea launched new prepaid add on plan 151 rs offer disney plus hotstar 8gb data ndVodafone Idea Prepaid Plans: Vodafone Idea (Vi)એ તેનો નવો બજેટ પ્રીપેડ એડ ઓન પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની કિંમત 151 રૂપિયા છે. ખાસ વાત એ છે કે આ પ્લાન ઓછી કિંમતમાં પણ OTT બેનિફિટ્સ સાથે આવે છે. જો કે, Vodafone Idea (Vi)ના 151 રૂપિયાના પ્લાનમાં એક વાત યુઝર્સને નાપસંદ આવી શકે છે કે આ પ્લાન સાથે કોલિંગ અને SMSનો ફાયદો નથી આપવામાં આવી રહ્યો. ટેલિકોમ કંપનીનો આ પ્લાન ખાસ કરીને એ ગ્રાહકોને કામ લાગશે, જે બજેટ કિંમતમાં Disney+ Hotstar સબસ્ક્રિપ્શન ઇચ્છે છે. આવો જાણીએ Viના આ પ્લાનની ખાસિયત.

    વીઆઈ તેના 151 રૂપિયાના નવા પ્રીપેડ એડ-ઓન પેક ત્રણ મહિના સાથે Disney+ Hotstar મોબાઇલ સબસ્ક્રિપ્શન આપી રહી છે. ગ્રાહકોને આ પ્લાન સાથે કુલ 8GB ડેટા પણ આપવામાં આવી રહ્યો છે. My vi.in પર આપેલી માહિતી અનુસાર આ પ્લાનની વેલિડિટી 30 દિવસની છે.

    આ પણ વાંચો: મોબાઇલ ફોનમાં સ્લો ઇન્ટરનેટ સ્પીડથી મળશે છૂટકારો, આ ટ્રિક્સને કરો ફોલો

    આ પણ છે સસ્તા Add on Plan

    વાત કરીએ Viના બીજા પ્લાનની તો ગ્રાહકો માટે કંપનીએ હાલમાં જ 5 એડ-ઓન પ્લાન રજૂ કર્યા હતા. નવા પ્રીપેડ પ્લાનમાં કંપનીએ 29 રૂપિયા, 39 રૂપિયા, 98 રૂપિયા, 195 રૂપિયા અને 319 રૂપિયાના પ્લાન રજૂ કર્યા છે. વોડાફોનનો 29 રૂપિયાનો પ્રીપેડ પ્લાન એક એડ ઓન પ્લાન છે. જ્યારે તમારા ડેલી ડેટા બેનિફિટ સમાપ્ત થઈ જાય તો તમે 29 રૂપિયાનું રિચાર્જ કરી શકો છો.

    આ પણ વાંચો: Vodafone Idea ગ્રાહકોને FREE આપી રહ્યું છે 2GB Data, જાણો કઈ રીતે મેળવવો તેનો લાભ

    પ્રીપેડ પ્લાન 2 દિવસની વેલિડિટી સાથે 2GB ડેટાના ડેલી ડેટા બેનિફિટ્સ સાથે આવે છે. પ્લાનમાં અન્ય કોઈ બેનિફિટ સામેલ નથી. Vodafoneનો 39 રૂપિયાનો પ્રીપેડ પ્લાન પણ 4G ડેટા વાઉચર છે. આ પ્લાનમાં 3GB FUP ડેટા બેનિફિટ સામેલ છે. આ પ્લાન 7 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાન જો કે બધા સર્કલમાં ઉપલબ્ધ નથી. આ પ્લાન હમણાં માટે માત્ર ગુજરાત સર્કલમાં જ ઉપલબ્ધ છે.

    આ પહેલા Vodafone Ideaએ યુઝર્સ માટે Vi Hero Unlimited Campaign લોન્ચ કર્યું હતું. તેના યુઝર્સને ઘણી ઓફર્સ આપવામાં આવે છે. તેમાં કંપની 2GB એક્સ્ટ્રા ડેટા ઉપરાંત અનલિમિટેડ નાઇટ ડેટા પણ આપે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Mobile and Technology, Prepaid Plans, Vodafone Idea

    આગામી સમાચાર