Home /News /tech /Airtel અને Jioને ટક્કર આપવા Vodafone Ideaએ લોન્ચ કર્યા સસ્તા પ્રીપેડ પ્લાન્સ, મળશે અનલિમિટેડ કોલિંગ અને ડેટા

Airtel અને Jioને ટક્કર આપવા Vodafone Ideaએ લોન્ચ કર્યા સસ્તા પ્રીપેડ પ્લાન્સ, મળશે અનલિમિટેડ કોલિંગ અને ડેટા

વોડાફોન-આઈડિયાના કરોડો ગ્રાહકોના કોલ ડેટા લીક થયાના દાવા

Vi Latest Prepaid Plans: વોડાફોન આઈડિયા (Vodafone Idea)નો નવો 98 રૂપિયાનો રિચાર્જ પ્લાન 15 દિવસની વેલિડિટી સાથે આવે છે. આમાં તમને 200MB ઇન્ટરનેટ ડેટા અને અનલિમિટેડ વોઇસ કૉલ મળે છે.

Vi Latest Prepaid Plans: Vi (Vodafone Idea) એ ત્રણ નવા પ્લાન રજૂ કર્યા છે. આ પ્લાન 98 રૂ, 195 રૂ, 319 રૂમાં લોન્ચ કરવામાં આવ્યા છે. ત્રણેય પ્લાન્સમાં અલગ-અલગ ડેટા લિમિટ મળે છે. 98 રૂપિયાના પ્લાનમાં 15 દિવસની વેલિડિટી મળે છે, જ્યારે 319 રૂપિયા અને 195 રૂપિયાના પ્લાનમાં 31 દિવસની વેલિડિટી સાથે Vi Movies અને TV સબસ્ક્રિપ્શન પણ મળે છે. 319 રૂપિયાના પ્લાનમાં બિંજ ઓલ નાઇટ બેનિફિટ પણ મળે છે. જેનાથી યુઝર નેટ સર્ફ, સ્ટ્રીમ અને રાત્રે 12 થી 6 સુધી પેકમાં કપાત વિના ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત, વોડાફોન આઇડિયાએ 29 રૂપિયા અને 39 રૂપિયાના 4G ડેટા વાઉચર સિલેક્ટેડ સર્કલમાં રજૂ કર્યા છે.

Vi Rs. 98, Rs. 195 and Rs. 319 Prepaid Recharge Plan Benefits

વોડાફોન આઈડિયાની વેબસાઈટ અનુસાર, કંપનીનો નવો 98 રૂપિયાનો રિચાર્જ પ્લાન 15 દિવસની વેલિડિટી સાથે આવે છે. આમાં તમને 200MB ઇન્ટરનેટ ડેટા અને અનલિમિટેડ વોઇસ કૉલ મળે છે. આ પ્લાનમાં SMS પેકની સુવિધા આપવામાં આવી નથી.

આ પણ વાંચો: આ અઠવાડિયે આવી રહ્યા છે એકથી એક જોરદાર સ્માર્ટફોન્સ, ઓછા બજેટમાં મળશે અડ્વાન્સડ ફીચર્સ

Viના નવા 195 રૂપિયાના રિચાર્જ પેકમાં અનલિમિટેડ વોઇસ કૉલ્સ, 300 SMS અને કુલ 2GB ડેટા મળે છે. 319 રૂપિયાના રિચાર્જમાં 2GB ડેટા ડેઇલી બેસિસ પર મળે છે અને અનલિમિટેડ વોઇસ કૉલ્સ સાથે દરરોજ 100 SMS ફ્રી મળે છે. આ બંને પ્લાનની વેલિડિટી 31 દિવસની છે. આ ઉપરાંત બંને પ્લાન સાથે Vi Movies અને TV appનું સબસ્ક્રિપ્શન ઉપલબ્ધ છે.

319 રૂપિયાના પ્લાનમાં યુઝરને બિંજ ઓલ નાઈટ બેનિફિટ મળે છે. એટલે કે રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા દરમિયાન ઈન્ટરનેટ પેકમાંથી કપાત વિના ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકાશે. આ સિવાય અઠવાડિયાના પાંચ દિવસમાં જે ડેટા અનયુઝ્ડ છે, તેનો ઉપયોગ સપ્તાહના અંતે શનિવાર અને રવિવારે કરી શકાશે. આ ઉપરાંત, 319 રૂપિયાના પ્લાનમાં તમને એક મહિનામાં 2GB એક્સ્ટ્રા ડેટા કોઈપણ એક્સ્ટ્રા ચાર્જ વગર મળે છે.

આ પણ વાંચો: એકસાથે 4 ફોનમાં ખોલી શકાશે WhatsApp Account, તે પણ ઇન્ટરનેટ વગર

વોડાફોન આઈડિયાએ 29 રૂપિયા અને 39 રૂપિયાના 4G ડેટા વાઉચર પણ રજૂ કર્યા છે. 29 રૂપિયામાં 2GB ડેટા અને 39 રૂપિયામાં 3GB ડેટા ફેયર યુસેજ પોલિસી હેઠળ મળે છે. 29 રૂપિયાના પેકમાં 2 દિવસની વેલિડિટી મળે છે, જ્યારે 39 રૂપિયાના પેકમાં 7 દિવસની વેલિડિટી મળે છે.
First published:

Tags: Prepaid Plans, Recharge Plan, Vodafone Idea, Vodafone plan