Vodafone-Ideaનો મહત્વનો નિર્ણય, યૂઝર્સ પાસેથી IUC ચાર્જ નહીં લે

Vodafone-Ideaનો મહત્વનો નિર્ણય, યૂઝર્સ પાસેથી IUC ચાર્જ નહીં લે
પ્રતિકાત્મક તસવીર

રિલાયન્સ જિયોએ જાહેરાત કરી છે કે જિયોના નેટવર્ક સિવાયના નેટવર્ક પર ફોન કરતાં 6 પૈસા પ્રતિ મિનિટના હિસાબથી ચાર્જ લેવામાં આવશે

  • Share this:
    રિલાયન્સ જિઓ (Reliance Jio) દ્વારા યૂઝર્સ પાસેથી ઇન્ટરકનેક્ટ ચાર્જિસ (Interconnect Usage charge) લેવાની જાહેરાત બાદ વોડાફોન-આઈડિયા (Vodafone-Idea)એ કહ્યું છે કે, તેમના વોડાફોન નેટવર્કથી ફોન કરવા પર યૂઝર્સ પાસેથી ચાર્જ વસૂલવાનો કોઈ ઈરાદો નથી. વોડાફોન-આઈડિયાએ કહ્યું કે, તેઓ નથી ઈચ્છતા કે યૂઝર જ્યારે પણ ફોન કરે તો એવું વિચારે કે તેના જ નેટવર્કનો નંબર છે કે બીજા નેટવર્કનો. નોંધનીય છે કે, રિલાયન્સ જિયોએ બુધવારે જાહેરાત કરી હતી કે જિયોના નેટવર્ક સિવાયના બીજા નેટવર્ક પર ફોન કરતાં યૂઝરને 6 પૈસા પ્રતિ મિનિટના હિસાબથી ચાર્જ લેવામાં આવશે.

    ન્યૂઝ18ને આપેલા એક નિવેદનમાં વોડાફોન-આઈડિયાએ કહ્યું કે, આઈયૂસી એટલે કે ઇન્ટરકનેક્ટ યૂસેઝ ચાર્જને કસ્ટમર્સ પાસેથી લેવો ઉતાવળમાં લેવામાં આવેલું પગલું છે. આ આપરેટર્સ વચ્ચેનો મામલો છે અને તેનો ભારત ગ્રાહકો પર ન નાખવો જોઈએ. વોડાફોન-આઈડિયાએ વધુમાં કહ્યું કે, કંપની સમગ્ર ભારતમાં કસ્ટમર્સને 2G, 3G અને 4G સર્વિસ આપી રહી છે. કંપનીએ કહ્યું છે કે હજુ સુધી 50 ટકાથી વધુ કસ્ટમર્સ પોતાની ફીચર ફોન પર 2G નેટવર્ક યૂઝ કરે છે. તેમ છતાંય કંપની તેમને આ સર્વિસ આપે છે ભલે તેમાં કોઈ નફો નથી.



    વોડાફોન-આઈડિયાએ વધુમાં કહ્યું કે, કંપનીના 60 ટકાથી વધુ કસ્ટમર્સ ઓછા ખર્ચવાળા બ્રેકેટમાં આવે છે અને કંપની એવું ક્યારેય નહીં ઈચ્છે કે તેમની ઉપર વધારાનો ભાર નાખવામાં આવે. નોંધનીય છે કે, હાલમાં વોડાફોન કસ્ટમરને પોતાના મોબાઇલ કનેક્શન ચાલુ રાખવા માટે ઓછામાં ઓછું 24 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડે છે જેમાં 28 દિવસની વેલિડિટી મળે છે. બીજી તફ, વોડાફોન-આઈડિઠાના 119 રૂપિયાના પ્લાનમાં 28 દિવસોની વેલિડિટી અને અનલિમિટેડ લોકલ એસટીડી વોઇસ કોલિંગની સુવિધા મળે છે, સાથોસાથ 1 GB ડેટા મળે છે.

    જોકે, રિલાયન્સે જે ટૉપઅપ તેના માટે જાહેર કર્યો છે તેમાં ટૉકટાઇમની સાથે ફ્રી ડેટા પણ યૂઝર્સને મળી રહ્યો છે. આ ડેટા યૂઝર્સને 1 GB પ્રતિ 10 રૂપિયાના હિસાબથી આપવામાં આવી રહ્યો છે. તેથી એક રીતે ગ્રાહકો પર તેનો ભારત નહીં પડે.

    આ પણ વાંચો,

    શું છે IUC જેના કારણે Jioના ગ્રાહકો પર ચાર્જ લાગશે!, જાણો શું છે મામલો?
    BSNLની ઑફર, આ પ્લાનમાં હવે દરરોજ મળશે 1.2GB ઍક્સ્ટ્રા ડેટા
    First published:October 10, 2019, 11:21 am

    टॉप स्टोरीज