Home /News /tech /વોડાફોન, આઈડિયા અને એરટેલ બંધ કરી શકે છે કનેક્શન, જાણો કારણ

વોડાફોન, આઈડિયા અને એરટેલ બંધ કરી શકે છે કનેક્શન, જાણો કારણ

પ્રતિકાત્મક તસવીર

સુત્રોના જણાવ્યા પ્રમાણે આશરે 20 કરોડ યુઝરના 2જી મોબાઈલ કનેક્શન બંધ થઇ શકે છે.

વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલે પ્રતિ વ્યક્તિ દીઠ ઓછો ખર્ચ કરનાર શ્રેણીમાં જે યુઝર આવતા હશે તેના સીમ કાર્ડ બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીના જણાવ્યા પ્રમાણે દર મહીને જે યુઝર 25 રૂપિયાથી ઓછા મોબાઈલ નેટવર્ક પર ખર્ચ કરતા હશે તે લોકોનું મોબાઈલ કનેક્શન બંધ કરવામાં આવશે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આશરે 20 કરોડ યુઝરના 2જી મોબાઈલ કનેક્શન બંધ થઇ શકે છે.

હાલ આ એરટેલના આશરે 10 કરોડ લોકો આ દાયરમાં આવી રહ્યાં છે તો વોડાફોન અને આઈડિયાના આશરે 15 કરોડ યુઝરના કનેક્શન બંધ થઇ શકે છે.

ભારતી એરટેલ 25 રુપિયામાં શરુ થનારા સાત પ્લાન બજારમાં ઉતારે છે, વોડાફોને આ પ્રકારે પાંચ પ્લાન જાહેર કર્યા છે.

ભારતી એરટેલના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર ગોપાલ વિત્તલે કહ્યું, વાયરલેસમાં અમારા લગભગ 330 મિલિયન યૂઝર્સ છે, પરંતુ આંકડાને જુઓ તો મોટી સંખ્યામાં એવા યૂઝર્સ છે જે આ શ્રેણીના ખૂબ જ નીચલા સ્તર પર છે.
First published:

Tags: Airtel, Mobile Network, Vodafone, આઇડિયા, ટેક ન્યૂઝ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો