મોંઘું થઈ શકે છે ફોન બિલ! 20% ટેરિફ પ્રાઇઝ વધારવાની તૈયારીમાં Vodafone Idea અને Airtel

News18 Gujarati
Updated: November 16, 2020, 3:38 PM IST
મોંઘું થઈ શકે છે ફોન બિલ! 20% ટેરિફ પ્રાઇઝ વધારવાની તૈયારીમાં Vodafone Idea અને Airtel
Vodafone Idea અને Airtel નવા ટેરિફની જાહેરાત ડિસેમ્બરના અંત કે 2021ની શરૂઆતમાં કરી શકે છે

Vodafone Idea અને Airtel નવા ટેરિફની જાહેરાત ડિસેમ્બરના અંત કે 2021ની શરૂઆતમાં કરી શકે છે

  • Share this:
નવી દિલ્હીઃ ટેલીકોમ કંપની (telecom companies)ઓ નવા વર્ષે આપને મોટો આંચકો આપી શકે છે. રિપોર્ટ મુજબ, વોડાફોન આઇડિયા (Vodafone Idea) અને એરટેલ (Airtel) પોતાના ટેરિફ (tariff)ને 10-20% સુધી વધારવાનો પ્લાન કરી રહી છે. મળતી માહિતી મુજબ આ કંપનીઓ હજુ નુકસાનમાં ચાલી રહી છે અને તેના કારણે ટેરિફમાં વધારા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે કંપનીઓ નવા ટેરિફની જાહેરાત ડિસેમ્બરના અંત કે 2021ની શરૂઆતમાં કરી શકે છે. આ મામલા સાથે જોડાયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે હજુ ટેલીકોમ કંપનીઓ રેગ્યૂલેટર તરફથી ફ્લોર પ્રાઇઝ ફિક્સ કરવાની રાહ જોઇ રહી છે.

મળતી માહિતી મુજબ, આમ તો કંપનીઓ 25% ટેરિફ વધારવા માંગે છે પરંતુ એક વારમાં કિંમતમાં આટલો વધારો કરવો શક્ય નથી. માહિતી માટે જણાવી દઈએ કે વોડાફોન, એરટેલે ગયા વર્ષે પણ ટેરિફના ભાવ વધાર્યા હતા.
વોડાફોન-આઇડિયાના મેનેજિંગ ડાયરેક્ટર રવિન્ર્ધ ટક્કરે પણ કહ્યું છે કે હાલના જે ભાવ છે તે ટકવાના નથી અને ભાવ વધશે. સાથોસાથ તેઓએ એવી પણ આશા વ્યક્ત કરી છે કે તેમના બાકી કોમ્પીટીટર્સ પણ પોતાના ટેરિફના ભાવ વધારશે. રવિન્દ્ર ટક્કરે બીજા ક્વાર્ટરના પરિણામો બાદ જ કહી દીધું હતું કે ડેટા માટે ફ્લોર પ્રાઇઝના નિર્ણયની રાહ ન જોઈ શકાય અને ટેરિફના ભાવ વધારવા પડશે.

આ પણ વાંચો, ખુશખબર! કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સના DAમાં આ તારીખથી થઈ શકે છે વધારો

જોકે, તેઓએ એવું પણ ધ્યાન રાખવા માટે કહ્યું કે જોવું પડશે કે કિંમતો વધારવાનો યોગ્ય સમય શું હોઈ શકે. વધુમાં તેઓએ કહ્યું કે નક્કી માની શકાય કે ટૂંક સમયમાં જ ટેરિફ રેટ વધારવામાં આવશે. બીજી તરફ એક્સપર્સ્ાનું માનીએ તો વોડાફોન માટે હવે ટેરિફની કિંમત વધારવજી ખૂબ જરૂરી થઈ ગઈ છે, કારણ કે ટૂંક સમયમાં તેની AGRના હપ્તાની ચૂકવણી કરવાની છે.

આ પણ વાંચો, 14 કરોડ રૂપિયામાં વેચાયું ‘ન્યૂ કિમ’, બની ગયું દુનિયાનું સૌથી મોંઘું કબૂતર

જાણકારી માટે જણાવી દઈએ કે, હાલ વોડાફોન પ્રતિ યૂઝર 119 રૂપિયા, એરટેલ 162 રૂપિયાના હિસાબથી કમાણી કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આવનારા વર્ષમાં ગ્રાહકોને કેટલો વધુ ખર્ચ કરવો પડશે.
Published by: Mrunal Bhojak
First published: November 16, 2020, 3:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading