Home /News /tech /

Vodafoneની ખાસ ઓફર, દરેક રિચાર્જ પર મળશે ઇનામ

Vodafoneની ખાસ ઓફર, દરેક રિચાર્જ પર મળશે ઇનામ

આ પ્લાનમાં યૂઝર્સને કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગનો લાભ મળશે.

વોડાફોનની આ ઓફર મર્યાદિત સમય માટે છે. કંપની તેને દેશના તમામ વર્તુળોમાં ઉપલબ્ધ કરાવી રહી છે.

    ટેલિકોમ કંપનીઓ સબ-સબ્સ્ક્રાઇબર્સને લલચાવવા માટે વિવિધ યોજનાઓ અને ઓફર્સ આપતી રહે છે. આ જ કડીમાં વોડાફોને તેના પ્રીપેડ સબ્સ્ક્રાઇબર્સ માટે એક નવો રિવૉર્ડ કાર્યક્રમ શરૂ કર્યો. 'પ્રત્યેક રિચાર્જ પર ઇનામ' આ એફર પર કંપની તમામ પ્રીપેડ રિચાર્જ પર ઇનામ આપી રહી છે. વોડાફોનની આ ઓફર મર્યાદિત સમય માટે છે. કંપની તેને દેશના તમામ વર્તુળોમાં ઉપલબ્ધ કરાવી રહી છે. આ ઓફર ઓછી કિંમતના રિચાર્જ તેમજ સસ્તા એસએમએસ અને ડેટા પેક પર પણ ઉપલબ્ધ છે.

    મેળવો વિશેષ ટેલિકોમ લાભ

    આ ઓફર હેઠળ વોડાફોન પ્રીપેડ સબ્સ્ક્રાઇબર્સને એક્સ્ટ્રા ટેલિકોમ બેનિફિટ્સ આપવામાં આવી રહ્યા છે. આ લાભ રિચાર્જની કિંમત કરતા પણ વધારે હોઈ શકે છે. આ રિવોર્ડ પ્રોગ્રામમાં, કંપની 'અનલિમિટેડ કોલિંગ, એક્સ્ટ્રા ડેટા, કેશબેક, ફ્રી એસએમએસ,કોલર ટ્યુન અને સબ્સ્ક્રાઇબર્સને મિસ્ડ કોલ ઇન્ટીમેશન જેવી સેવાઓ આપી રહી છે. વોડાફોને કહ્યું છે કે માય વોડાફોન એપ્લિકેશનમાંથી કરેલા રિચાર્જ પર સબ્સ્ક્રાઇબર્સને કેશબેક લાભ આપવામાં આવશે.

    આ પણ વાંચો: Relianceએ My Jio App માટે લોન્ચ કરી આ ખાસ સર્વિસ



    પ્રીપેડ રિચાર્જ પર આ રીતે મેળવો મફત ઇનામ

    સબ્સ્ક્રાઇબર્સને દરેક રિચાર્જ પર એસએમએસ એલર્ટ મળશે. આ એસએમએસમાં સબ્સ્ક્રાઇબર્સને યુએસએસડી શોર્ટ કોડ * 999 # ને ડાયલ કરવા પર મળનારા લાભને ક્લેમ કરવા માટે માય વોડાફોન પર જવા માટે કહેશે, આ લાભ મેળવવા માટે સબસ્ક્રાઇબર્સ પાસે 72 કલાકનો સમય હશે. જો એસએમએસ પ્રાપ્ત થયાના 72 કલાકની અંદર દાવો કરવામાં ન આવે તો, આ ફાયદા ઓટોમેટિક સમાપ્ત થઈ જશે.

    વોડાફોની 205 રૂપિયા અને 225 રૂપિયાની યોજના

    આ મહિનાની શરૂઆતમાં વોડાફોનએ ભારતીય યૂઝર્સો માટે આ બે નવી યોજનાઓ શરૂ કરી હતી. આ બંને યોજનાઓમાં યૂઝર્સોને કોલિંગ, ડેટા અને એસએમએસ લાભ આપવામાં આવી રહ્યા છે. જો 205 રુપિયાના પ્લાનની વાત કરીએ તો આ પ્લાનમાં 35 દિવસની વેલિડિટી સાથે કુલ 600 એસએમએસ યુઝર્સને આપવામાં આવી રહ્યા છે. અનલિમિટેડ સ્થાનિક, એસટીડી અને રોમિંગ કોલિંગ લાભ સાથે આવનારી આ યોજનામાં સંપૂર્ણ માન્યતા માટે સબસ્ક્રાઇબર્સને 2 જીબી ઓફર ડેટા આપવામાં આવી રહ્યો છે. બીજી બાજુ 225 રુપિયાના પ્લાનમાં યૂઝર્સને 48 દિવસની વેલિડિટી સાથે કુલ 4 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. અનલિમિટેડ લોકોલ, એસટીડી અને રોમિંગ કોલિંગ સાથે તમને 600 ફ્રી એસએમએસ મળશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Vodafone, Vodafone offer, ટેક ન્યૂઝ

    આગામી સમાચાર