ન્યૂઝ18 ગુજરાતી: વોડાફોન એક ખુબજ સસ્તુ અને સારુ પોસ્ટેડ ફેમિલી પ્લાન લઇને આવ્યું છે જેમાં આપ આપનાં સંપૂર્ણ પરિવાર માટે એક સાથે કનેક્શન લઇ શકોછો આ 999 રૂપિયાનું પ્લાન છે જેમાં આપ 5 કનેક્શન જોડી શકો છો. એટલે કે જોઇએ તો એક કનેક્શનની કિંમત માત્ર 200 રૂપિયા થાય. જેમાં આપ અનલિમિટેડ કોલિંગ અને પ્રાઇમરી નંબર પર દરમહિને 80 GB ડેટ જ્યારે બાકીનાં પર 30GB ડેટા મળે ચે. એટલું જ નહીં ખાસ વાત એ છે કે આ કનેક્શનમાં 200GB ડેટા પણ મળે છે. જે રોલઓવરની સુવિધા છે. સાથે જ વોડાફોન એમેઝોન પ્રાઇમની એક વર્ષની સુવિધા પણ મળે છે.
આ ઉપરાંત પણ વોડાફોન 399 અને 499નાં બે પ્લાન છે. આ ઉપરાંત 598 રૂપિયા, 749 અને 899 રૂપિયાનો પણ પ્લાન છે. નવાં પોર્ટફોલિયોમાં 899 રૂપિયાનો પ્લાન પણ શામેલ છે જેમાં 4 લોકો જોડાઇ શકે છે. આ પ્લાનનાં પ્રાઇમરી યૂઝરને 70 GB ડેટા મળે છે જ્યારે અન્ય સભ્યોને 30GB ડેટા મળે છે. વોડાફોનનાં 749 રૂપિયાનાં પ્લાનમાં ત્રણ કનેક્શનને જોડી શકાય છે. આ પ્લાનમાં પ્રાઇમરી મેમ્બરને 60GB ડેટા અને અન્ય સભ્યને 30GB ડેટા મળી શકે છે.
આ પણ વાંચો-AC ચાલુ કરતા પહેલા આ વાતનું રાખો ધ્યાન
598 રૂપિયાનાં પ્લાનમાં પ્રાઇમરી યૂઝરને 50GB ડેટા જ્યારે અન્ય બે યૂઝર્સને 30GB ડેટા મળશે. વોડાફોન પોર્ટફોલિયોમાં 499 અને 399નાં બે પ્લાન શામેલ છે જે ફક્ત એક યૂઝર માટે છે આ પ્લાનમાં ક્રમશ: 75GB ડેટા અને 40GB ડેટા મળે છે. આ પ્લાન અનલિમિટેડ લોકલ, એસટીડી અને નેશનલ રોમિંગ કોલિંગની સુવિધા પણ આપે છે.
આ પણ વાંચો-Hondaની આ સુંદર કાર પર મળી રહ્યું છે 1.15 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ