વોડાફોન શ્રેષ્ઠ પોસ્ટપેઇડ ફેમિલી પ્લાન લઇને આવ્યું છે જેમાં તમે તમારા પરિવાર સાથે મળીને કનેક્શન લઇ શકો છો. 999 રૂપિયાના આ પ્લાનમાં 5 કનેક્શન જોડાઇ શકે છે. એટલે કે, દરેક જોડાણની કિંમત રૂ. 200 છે. અનલિમિટેડ કૉલિંગ સાથે પ્રાઇમરી નંબરને દર મહિને 80 જીબી ડેટા મળે છે જ્યારે અન્યને 30 જીબી ડેટા મળે છે. માત્ર એટલું નહીં, ખાસ વાત એ છે કે આ જોડાણમાં 200 જીબી ડેટા પણ ઉપલબ્ધ છે જેમાં રોલઓવર સુવિધા છે. સાથે જ વોડાફોન એમેઝોન પ્રાઇમની એક વર્ષની સુવિધા પણ આપે છે.
આ ઉપરાંત છે અનેક યોજનાઓ
તાજેતરમાં વોડાફોન 399 અને 499 ના બે પ્લાન લઇને આવ્યું હતુ. આ ઉપરાંત, રૂ. 598, રૂ 749 અને રૂ 899 ના પ્લાન પણ સામેલ છે. નવા પોર્ટફોલિયોમાં 899 રૂપિયાનો પ્લાન પણ સામેલ છે, જેમાં 4 લોકો ઉમેરી શકાય છે. આ પ્લાનમાં, પ્રાઇમરી યૂઝર્સને 70 જીબી ડેટા મળે છે જ્યારે અન્ય સભ્યોને 30 જીબી ડેટા મળે છે. વોડાફોનના રૂ. 749 ના પ્લાનમાં ત્રણ જોડાણો ઉમેરી શકાય છે. આ પ્લાનમાં, પ્રાઇમકી સભ્યને 60 જીબી ડેટા મળે છે અને અન્ય સભ્યોને 30 જીબી ડેટા મળે છે.
તો 598 રુપિયાના પ્લાનમાં પ્રાઇમરી યૂઝર્સને 50 જીબી ડેટા, જ્યારે અન્ય બે યુઝર્સને 30 જીબી ડેટા મળશે. વોડાફોનના પોર્ટફોલિયોમાં રૂ. 499 અને રૂ. 399 ની બે સ્કીમ્સ સામેલ છે, જે ફક્ત એક જ વ્યક્તિના ઉપયોગ માટે છે. આ પ્લાનમાં 75 જીબી ડેટા અને 40 જીબી ડેટા મેળવે છે. આ તમામ પ્લાનમાં અનલિમિટેડ લોકલ, એસટીડી અને નેશનલ રોમિંગ કોલિંગ સાથે આવે છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર