વોડાફોન-આઇડિયા તેના ગ્રાહકો માટે સારા સમાચાર લાવ્યું છે. કંપનીએ બીજા નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગની પણ જાહેરાત કરી છે. વોડાફોને ટ્વીટ કરીને નવા પ્લાન વિશે માહિતી આપી છે, જેમાં યૂઝર્સને અન્ય નેટવર્ક પર પણ અનલિમિટેડ કૉલિંગનો લાભ આપવામાં આવશે. આ અઠવાડિયાની શરૂઆતમાં કંપનીએ નવા ટેરિફ શરૂ કર્યા, જેમાં યૂઝર્સો પાસેથી FUP (ફેર યૂઝર્સ પોલિસી મર્યાદા) હેઠળ અન્ય નેટવર્ક પર કૉલ કરવા માટે IUC વસૂલવામાં આવી રહી હતી.
પરંતુ હવે વોડાફોને ટ્વીટ કરીને માહિતી આપી અને લખ્યું, 'હવે અમારા અનલિમિટેડ પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગનો લાભ મેળવો, આ લાભ અન્ય નેટવર્ક્સ પર પણ મળશે'.
Our new prepaid plans are here. Here’s to unlimited possibilities with free unlimited calling, even to other networks. pic.twitter.com/diCpJ3YmPT
149 રૂપિયાનો પ્લાન: આ પ્લાનમાં યૂઝર્સને કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગનો લાભ મળશે. આ પ્લાનમાં યૂઝર્સને 2 જીબી ડેટા પણ આપવામાં આવશે, સાથે જ તેમાં 300 એસએમએસ બેનિફિટ પણ આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનની માન્યતા 28 દિવસની છે.
399 રૂપિયાનો પ્લાન: આ પ્લાનમાં યૂઝર્સને કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 1.5 જીબી ડેટા પણ આપવામાં આવશે, સાથે જ રોજ 100 એસએમએસ આપવામાં આવી રહ્યા છે. આ પ્લાનની માન્યતા 56 દિવસની છે.
599 રૂપિયાનો પ્લાન: આ પ્લાનમાં યૂઝર્સને કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગનો ફાયદા સાથે દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવશે. એટલું જ નહીં દરરોજ 100 એસએમએસ પણ મળી રહ્યા છે. આ પ્લાનની માન્યતા 84 દિવસની છે.
365 દિવસની વેલિડિટી
આ પ્લાનની કિંમત 1499 રૂપિયા છે. આમાં યૂઝર્સને કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગનો લાભ આપવામાં આવી રહ્યો છે. પ્લાનમાં યૂઝર્સને 24 જીબી ડેટા મળશે. આ સાથે તેમાં 3600 એસએમએસ પણ આપવામાં આવી રહ્યા છે. આ પ્લાનની માન્યતા 356 દિવસની છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર