Home /News /tech /

Vodafoneના આ પ્લાનમાં 84 દિવસ માટે અનલિમિટેડ કૉલ, દરરોજ 3GB ડેટા

Vodafoneના આ પ્લાનમાં 84 દિવસ માટે અનલિમિટેડ કૉલ, દરરોજ 3GB ડેટા

આ પ્લાનમાં કુલ 252GB ડેટા મળશે.

વોડાફોનના નવા પ્લાનમાં દરરોજ 3 જીબી ડેટા સાથે અનલિમિટેડ કૉલિંગ આપવામાં આવી રહી છે.

    વોડાફોન તેના પ્રીપેડ ગ્રાહકો માટે એક નવો પ્લાન લઈને આવ્યું છે, જેમાં યૂઝરને દરરોજ 3 જીબી ડેટા આપવામાં આવશે. કંપનીના આ પ્લાનની કિંમત 569 રૂપિયા છે, જેની વેલિડિટી 84 દિવસની (લગભગ 3 મહિના) ની છે. વોડાફોનનાં આ નવા પ્રીપેડ પ્લાનમાં યૂઝર્સને 84 દિવસની વેલિડિટી, 3GB જીબી દરરોજ ડેટા અને અન્ય ફાયદા મળશે. જાણો સંપૂર્ણ ઑફર.

    પ્લાનમાં કુલ 252GB ડેટા

    569 રૂપિયાવાળા આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ વૉઇસ કૉલિંગ પણ આપવામાં આવી રહી છે. દરરોજ 3 જીબી અનુસાર તેમાં કુલ 252GB ડેટા આપવામાં આવશે. આ ઉપરાંત, વોડાફોન પ્લે પણ યૂઝર્સોને આપવામાં આવી રહ્યું છે, જે યૂઝર્સ લાઇવ ટીવી ચેનલો તેમજ અનેક ઓટીટી પ્લેટફોર્મ કન્ટેન્ટ જોઈ શકે છે.

    આ પણ વાંચો: જિયો, એરટેલ અને વોડાફોનનો સસ્તો રિચાર્જ પ્લાન, જાણો ક્યો છે શ્રેષ્ઠ



    એરટેલનો 558 રૂપિયાનો પ્લાન

    વોડાફોનનો આ નવો પ્લાન એરટેલના 558 રૂપિયાના પ્લાન જેવો જ છે. આમાં યૂઝરને દરરોજ 3 જીબી ડેટા, અનલિમિટેડ કૉલિંગ અને 100 એસએમએસ દરરોજ આપવામાં આવે છે. એરટેલના આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે.

    બીએસએનએલ આપે છે દરરોજ 3જીબી ડેટા

    બીએસએનએલે તાજેતરમાં 997 રૂપિયાનો પ્લાન રજૂ કર્યો છે. આ પેકમાં અનલિમિટેડ વૉઇસ કૉલિંગ સાથે દરરોજ 3 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ સાથે દરરોજ 100 એસએમએસ સુવિધા પણ ઉપલબ્ધ છે. આ પ્લાનની કિંમત એરટેલ અને વોડાફોન કરતા થોડી વધારે છે, તેથી તે મુજબ બીએસએનએલની માન્યતા પણ વધુ દિવસો માટે છે.

    આ પણ વાંચો: Xiaomi, સેમસંગ, એપલ નહીં, આ ફોન બન્યો નંબર વન, જુઓ Top 10 લિસ્ટ

    આ પ્લાની માન્યતા 180 દિવસ માટે રાખવામાં આવી છે. હાલમાં કંપનીએ આ પ્લાન કેરળ સર્કલમાં જ લાગુ કર્યો છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Vodafone

    આગામી સમાચાર