વોડાફોન પોતાના ગ્રાહકો માટે નવા નવા પ્લાન લઇને આવે છે. કૉમ્પટીશનના કારણે ટેલિકોમ કંપનીઓ સસ્તામાં સસ્તા પ્લાનમાં ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવા માંગે છે. આ પ્લાનમાં કસ્ટમરને 28 દિવસની વેલિડિટીની સાથે ફુલ ટૉક ટાઇમ અને 100 એમબી ડેટા પણ મળશે. જો કે આ કેટલાક ખાસ ગ્રાહકો સુધી જ સીમિત છે. આ સિવાય વોડાફોનના અન્ય કેટલાક પણ આ રહ્યા.
129 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટીની સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા અને 2 જીબી ડેટાની સાથે 300 એસએમએસ મળશે. જોવા જઇએ તો આ પ્લાન કંપની પહેલાથી જ આવી રહેલા 149 પ્લાન જેવું જ છે. તેવામાં 149 રૂપિયાનો પ્લાન લેવો વધુ સારો રહેશે.
199 થી 269નો પ્લાન
હવે વાત કરીએ 199 રૂપિયાના પ્લાનની. આ પ્લાનમાં ગ્રાહકોને 1 જીબી ડેટા રોજ મળશે. આ સિવાય 100 એસએમએસ પ્રતિદિવસ અને અનલિમિટેડ વોઇસ કોલિંગ મળશે. આ પ્લાનની વેલિડિટી 21 દિવસની છે. અને આ પ્લાન સુવિધાના હિસાબે 219 રૂપિયાના પ્લાન જેવો જ છે. જો કે તેની વેલિડિટી 7 દિવસ ઓછી છે. આમાં સૌથી મોટો પ્લાન 269 રૂપિયાનો જે જે વોડાફોન યુઝર્સ માટે સૌથી લાંબી વેલિડિટી આપે છે. આ પ્લાનમાં ગ્રાહકોને 600 SMS અને અનલિમિટેડ કોલિંગ સિવાય 4 જીબી ડેટા મળશે, પ્લાનની વેલિડિટી 56 દિવસની છે.
ઉલ્લેખનીય છે કે આ સિવાય એરટેલ અને જીયો સમેત બીએસએન કંપની પણ પોતાના ગ્રાહકોને સસ્તા દરે સારા પ્લાન આપવા માટે નીત નવા પ્લાન નીકાળી રહી છે. સાથે જ વોડફોન પણ તેના ગ્રાહકો માટે ઉપરોક્ત પ્લાન નીકાળ્યા છે.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર