Vodafoneના આ પ્લાનમાં દરરોજ 4GB ડેટા સાથે 2 મહિના સુધી મળશે ફ્રી કોલિંગ

News18 Gujarati
Updated: January 15, 2020, 11:50 AM IST
Vodafoneના આ પ્લાનમાં દરરોજ 4GB ડેટા સાથે 2 મહિના સુધી મળશે ફ્રી કોલિંગ
વોડાફોન

  • Share this:
Vodafone 269 Rupees Plan : વોડાફોનને તેના ગ્રાહકો માટે એવો પ્લાન લાવી છે જેમાં અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળી રહે. આજે અમે તમને આવા જ કેટલાક પ્લાન વિષે જણાવીશું. આ પ્લાનના લિસ્ટમાં 199 રૂપિયાથી લઇને તેવા પ્લાન છે જે અનલિમિટેડ કોલિંગ અને વધુ ડેટા ઇચ્છતા યુઝર્સને કામમાં આવી શકે.

269 પ્લાન - આ પ્લાનમાં યુઝર્સને કોઇ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિગની સુવિધા છે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસ છે. એટલે કે બે મહિના. આ પ્લાનમાં યુઝર્સ દર રોજ માટે 4 જીબી ડેટા આપવામાં આવશે. આ પ્લાનમાં આખા મહિના માટે 600 SMS મળશે. આ સિવાય પ્લાનમાં ગ્રાહકોને એડિશનલ બેનિફિટ પણ આપવામાં આવશે. જેમાં વોડાફોન પ્લેનો ફાયદો મફતમાં મળશે. વોડાફોન પ્લેની કિંમત 499 રૂપિયા છે. આ સિવાય આ પ્લાનમાં Zee5 સબ્સક્રિપ્શન ફ્રીમાં છે. જેની કિંમત પણ 999 રૂપિયા છે.

199 ઓફર - આ પ્લાનમાં યુર્ઝસને કોઇ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ સાથે દરરોજનો 1 જીબી ડેટા મળે છે. સાથે જ રોજના 100 SMS અને 21 દિવસની વેલિડિટી. આ પ્લાનમાં ગ્રાહકોને વોડાફોન પ્લેનો બેનિફિટ મફતમાં મળે છે. અને Zee5નું સબ્સિકપ્શન પણ મળે છે. ઉલ્લેખનીય છે કે વોડાફોન પ્લેની કિંમત 499 રૂપિયા છે. આ સિવાય આ પ્લાનમાં Zee5 સબ્સક્રિપ્શન ફ્રીમાં છે. જેની કિંમત પણ 999 રૂપિયા છે.

આમ વોડાફોન યુઝર્સને આ બે ઓફરની અનલિમિટેડ કોલિંગ અને ઇન્ટરનેટ ડેટા પ્લાન જેવી સુવિધાઓ મળી છે. નોંધનીય છે કે જીયો અને એરટેલ સાથે હરિફાઇના કારણે વૉડાફોન તેના ગ્રાહકોને સસ્તી અને સારી સુવિધાઓ આપવા વિવિધ પ્લાન રજૂ કરતી રહે છે.
First published: January 15, 2020, 11:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading