Home /News /tech /

ભારતમાં બેન થયું VLC મીડિયા પ્લેયર! વેબસાઈટ અને ડાઉનલોડ લિંક થઈ બ્લોક, આ છે કારણ

ભારતમાં બેન થયું VLC મીડિયા પ્લેયર! વેબસાઈટ અને ડાઉનલોડ લિંક થઈ બ્લોક, આ છે કારણ

VLC મીડિયા પ્લેયર પર પ્રતિબંધ

VLC Media Player Banned In India: ઘણા રિપોર્ટ્સમાં સામે આવ્યું છે કે સરકાર દ્વારા IT એક્ટ, 2000 હેઠળ તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તમને જણાવી દઈએ કે VLC મીડિયાની વેબસાઈટ ખોલવા પર આઈટી એક્ટ હેઠળ પ્રતિબંધિત હોવાનો મેસેજ દેખાય છે.

વધુ જુઓ ...
  VLC Media Player Banned In India: લોકપ્રિય મીડિયા પ્લેયર સોફ્ટવેર અને સ્ટ્રીમિંગ મીડિયા સર્વર VLC મીડિયા પ્લેયરે ભારતમાં કામ કરવાનું બંધ કરી દીધું છે. MediaNameના અહેવાલ મુજબ, વિડીયોલેન પ્રોજેક્ટ દ્વારા બનાવવામાં આવેલ વીએલસી પ્લેયરને ભારતમાં લગભગ બે મહિના પહેલા બ્લોક કરવામાં આવ્યું હતું, પરંતુ ભારત સરકાર અથવા કંપનીએ આ પ્રતિબંધ વિશે કોઈ વિગતો શેર કરી નથી. ઘણા રિપોર્ટ્સમાં સામે આવ્યું છે કે સરકાર દ્વારા IT એક્ટ, 2000 હેઠળ તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તમને જણાવી દઈએ કે VLC મીડિયાની વેબસાઈટ ખોલવા પર આઈટી એક્ટ હેઠળ પ્રતિબંધિત હોવાનો મેસેજ દેખાય છે.

  એટલે કે ભારતમાં કોઈ પણ વ્યક્તિ કોઈપણ કામ માટે પ્લેટફોર્મને એક્સેસ કરી શકશે નહીં. એવું કહેવાય છે કે VLC મીડિયા પ્લેયર ACT Fibernet, Vodafone-Idea અને અન્ય સહિત તમામ મુખ્ય ISPs પર અવરોધિત છે.

  ચાઇનીઝ હેકિંગ હુમલાના કારણે પ્રતિબંધ હોવાની ચર્ચા
  ઘણા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં VLC મીડિયા પ્લેયરને બ્લોક કરવા પાછળનું કારણ ચીન સમર્થિત હેકિંગ જૂથ સિકાડા દ્વારા કરવામાં આવતા સાયબર હુમલાઓ સાથે સંબંધિત છે. થોડા મહિના પહેલા, સુરક્ષા નિષ્ણાતોએ અહેવાલ આપ્યો હતો કે સિકાડા તેમના મોટા સાયબર હુમલાના અભિયાનના ભાગ રૂપે દૂષિત માલવેર લોડરને ફેલાવવા માટે VLC મીડિયા પ્લેયરનો ઉપયોગ કરી રહ્યું છે.

  સૂચના કંપનીની વેબસાઇટ પર પ્રદર્શિત થાય છે
  પ્રતિબંધને કારણે કંપની અને ભારત સરકાર બંને દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હતી. જોકે ઘણા ટ્વિટર યુઝર્સે આ પ્લેટફોર્મ પર પ્રતિબંધનો ઉલ્લેખ કર્યો છે. ગગનદીપ સપરા નામના ટ્વિટર યુઝરે VLC વેબસાઈટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે, જેમાં લખ્યું છે, "આઈટી એક્ટ, 2000 હેઠળ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા વેબસાઈટને બ્લોક કરવામાં આવી છે."

  2021માં સૌપ્રથમ રિલીઝ થયેલું, VLC મીડિયા પ્લેયર એ ફ્રી અને ઓપન સોર્સ ક્રોસ-પ્લેટફોર્મ મીડિયા પ્લેયર સોફ્ટવેર અને સ્ટ્રીમિંગ મીડિયા સર્વર છે જે VideoLAN પ્રોજેક્ટ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તેની મદદથી વીડિયો ફોર્મેટ પણ બદલી શકાય છે.

  ડાઉનલોડ લિંક પણ અવરોધિત
  VLC મીડિયા પ્લેયરની વેબસાઈટ સિવાય તેની ડાઉનલોડ લિંક પણ ભારતમાં બ્લોક કરી દેવામાં આવી છે. એટલે કે સ્ટ્રીમિંગ જેવી જરૂરિયાતો માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકાતો નથી. પ્રકાશમાં આવ્યું છે કે આ મીડિયા પ્લેયરને ACT Fibernet, Jio અને Vodafone-Idea જેવા ઈન્ટરનેટ સેવા પ્રદાતાઓએ પણ બ્લોક કરી દીધા છે. જો કે, VLC ફોર એન્ડ્રોઇડ એપ હજુ પણ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે અને યુઝર્સ હજુ પણ ઓફલાઇન વિડીયો ચલાવી રહ્યા છે.

  સિસાડા ગૃપ કરી રહ્યું હતું હેકિંગ અટેક્સ
  Symantec દ્વારા શેર કરાયેલા અહેવાલ મુજબ, VLC મીડિયા પ્લેયરને સંડોવતા હુમલા માટે ચીન સરકાર પ્રેરિત હેકિંગ જૂથ સિસાડા અથવા APT10 જવાબદાર છે. સંશોધકોએ કહ્યું હતું કે હેકર્સ વિન્ડોઝ કમ્પ્યુટર્સમાં માલવેર લોન્ચ કરીને સરકારી, કાયદાનું પાલન કરનાર, ટેલિકોમ, ધાર્મિક, ફાર્માસ્યુટિકલ અને બિન-સરકારી સંસ્થાઓની જાસૂસી કરી રહ્યા છે. આ પ્રકારના હુમલા અમેરિકા, કેનેડા, હોંગકોંગ, તુર્કી, ઈઝરાયેલ, ભારત, મોન્ટેનેગ્રો, ઈટાલી અને જાપાન જેવા દેશોના યુઝર્સને શિકાર બનાવી રહ્યા છે.

  આ પણ વાંચો - WhatsApp ચેટને રાખવા માંગો છો સુરક્ષિત, તો ચેટને લોક કરવાનો આ છે શ્રેષ્ઠ રસ્તો

  તાજેતરમાં, ભારત સરકારે ભારતમાં PUBG મોબાઇલ, BGMI ના ભારતીય સંસ્કરણને અવરોધિત કર્યા છે અને તેને Google Play Store અને Apple App Store પરથી હટાવી દીધા છે. અગાઉ સરકારે PUBG મોબાઈલ, TikTok, Camscanner અને વધુ સહિતની સેંકડો ચાઈનીઝ એપ્સને પણ બ્લોક કરી દીધી છે.

  આ પણ વાંચો - WhatsApp પર આવી રહ્યાં છે 3 શાનદાર ફિચર્સ!

  આ એપ્સને બ્લોક કરવા પાછળનું કારણ એ છે કે સરકાર ચિંતિત હતી કે આ પ્લેટફોર્મ યુઝરનો ડેટા ચીનને મોકલી રહ્યા છે. જો કે, એ નોંધવું યોગ્ય છે કે VLC મીડિયા પ્લેયર ચીનની કંપની દ્વારા સપોર્ટેડ નથી, પરંતુ તે પેરિસ સ્થિત ફર્મ VideoLAN દ્વારા બનાવવામાં આવ્યું છે.
  Published by:Riya Upadhay
  First published:

  Tags: Gujarati tech news, Latest News

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन