ભારતમાં જલ્દી જ લોન્ચ થશે ઇન-ડિસ્પ્લે સેલ્ફી કેમેરા ધરાવતો આ ફોન

Vivo Z1 Pro જલ્દી જ ભારતમાં થશે લોન્ચ

Vivo Z1 Pro કંપનની Z સીરીઝનો પહેલો સ્માર્ટફોન જેને ભારતમાં લોન્ચ કરવામાં આવશે.

 • Share this:
  ચીનની સ્માર્ટફોન ઉત્પાદક વિવો ટૂંક સમયમાં જ ભારતમાં તેનો નવો સ્માર્ટફોન Vivo Z1 Pro લોન્ચ કરશે, જોકે કંપનીએ ફોનની લોન્ચ તારીખ જાહેર કરી નથી. એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે વિવો ઝેડ 1 પ્રોનું વેચાણ ફ્લિપકાર્ટ દ્વારા કરવામાં આવશે. ખાસ વાત એ છે કે અત્યાર સુધીમાં કોઈપણ દેશમાં વિવો ઝેડ 1 પ્રો ને લોન્ચ કરવામાં આવ્યો નથી. આ રીતે, વિવો ઝેડ-સીરીઝનો પહેલો ફોન ભારતમાં પહેલા લોન્ચ કરવામાં આવશે. કંપનીએ આ ફોનનું યુ ટ્યુબ પર ટીઝર પણ રજૂ કર્યું છે.

  વિવો Z1 પ્રો ની સુવિધાઓ

  વિવોના ફોનની વિશેષતાઓ વિશે વાત કરીએ તો તેમા ઇન-ડિસ્પ્લે કેમેરો મળશે. આ રીતે કેમેરા સાથે લોન્ચ થનાર વીવોનો પહેલો ફોન હશે. કેમેરા સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) નું સમર્થન મળશે. કંપની કે આ વિશે જાણકારી આપી છે કે ફોનમાં વાઇડ સ્ક્રીન મળશે જે વીડિયો જોનારા માટે ભેટ હશે.

  આ પણ વાંચો: Nokiaના આ ફોનની કિંમતમાં થયો 7000 રુપિયાનો ઘટાડો  આ ઉપરાંત અત્યાર સુધીની જાણકારી અનુસાર પૂરા દિવસની બેટરી મળશે, સાથે જ બેટરની સાથે ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ પણ મળશે, આ ઉપરાંત Vivo Z1 Proમાં ટ્રિપલ રિયર કેમેરા હશે.
  આ ફોનની સૌથી મોટી ખાસિયત ફોનમં ઇન ડિસ્પ્લે ફ્રન્ટ કેમેરો છે. આ તરીકે કંપનીએ પહેલી વખત આવો કેમેરાનો ઉપયોગ કર્યો છે.

  Vivo Z1 Proપ્રો ના બે ફોટા રિલિઝ થયા હતા. તેમના જણાવ્યા પ્રમાણે, ફોનનો પાછળનો ભાગ ખૂબ આકર્ષક છે. જો કિંમત વિશે વાત કરવામાં આવે તો વિવો ઝેડ સિરીઝની કિંમત 20,000 રૂપિયાથી ઓછી થશે. જો આ ફોન આ કિંમત પર લોન્ચ કરવામાં આવે છે, તો આ ફોન ભારતીય બજારમાં સેમસંગ ગેલેક્સી એમ 40 સાથે ટકરાશે.
  Published by:Bhoomi Koyani
  First published: