Vivoથી લઈને Redmi સુધી, નવેમ્બરમાં લૉંચ થશે આ ત્રણ દમદાર સ્માર્ટફોન! જાણો ફીચર્સ વિશે

ઝેડટીઈ એક્સોન 30 સ્માર્ટફોન

  • Share this:
    મુંબઈ: આજકાલ સ્માર્ટફોન બજારમાં ખૂબ હલચલ જોવા મળે છે. નવેમ્બર મહિનામાં આખી દુનિયામાં અનેક કંપનીઓ નવાં નવાં સ્માર્ટફોન્સ લૉંચ (Upcoming smartphones) કરી રહી છે. સ્માર્ટફોન ZTE Axon 30ની ઘણા દિવસોથી રાહ જોવામાં આવી રહી છે. જેમાં 18 GB RAM છે. આ ઉપરાંત જે સ્માર્ટફોન આ મહિને લૉંચ થવાના છે તેમાં Redmi Note 11T 5G અને Vivo Y76 સામેલ છે. આજે અમે તમને એવા સ્માર્ટફોન્સ વિશે જણાવી રહ્યા છીએ જે આગામી કેટલાક દિવસોમાં લૉંચ થશે.

    ZTE Axon 30

    આ ફોન 25 નવેમ્બરના રોજ લૉંચ થઈ શકે છે. આ ફોનમાં પિક્સલ રિઝોલ્યૂશન ફીચર આપવામાં આવ્યું છે. આ સાથે જ ફોનમાં 6.67 ઇંચનું FHD+ AMOLED ડિસ્પ્લે પણ આપવામાં આવ્યું છે. રિઝોલ્યૂશનની વાત કરીએ તો ફોનમાં 1080×2400 પિક્સલ રિઝોલ્યુશન હશે.

    ફોનની ફીચર

    ZTE Axon 30 Ultra 5G MyOS 11 પર કામ કરે છે. આ સ્માર્ટફોન MyOS 11 Android 11 પર આધારિત છે. જેમાં 6.67 ઇંચની ફુલ એચડી પ્લસ (1080×2400 પિક્સલ) AMOLED કર્વ્ડ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો એસ્પેક્ટ રેશિયો (aspect ratio) 20:9 અને 144Hz રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે. આ જુદી જુદી એપ્લિકેશન પ્રમાણે 120HZ, 90Hz અને 60Hzમાં ઓટોમેટિક એડજસ્ટ થાય છે. ZTE Axon 30 Ultra Space Edition સ્માર્ટફોન Qualcomm Snapdragon 888 SoCથી લેસ છે. આ સાથે જ ફોનમાં 18GBની LPDDR5 RAM અને 1TBની UFS 3.1 સ્ટોરેજ છે.

    Vivo Y76:

    Vivo Y76 5G સ્માર્ટફોનમાં 8 GB RAM અને 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ ક્ષમતા હોવાની આશા છે. કિંમતની વાત કરીએ તો ફોનની કિંમત CNY 1,799 છે, જેનો મતલબ થાય છે કે ભારતીય કરન્સી પ્રમાણે ફોન આશરે 20,800 રૂપિયાનો છે. બીજી તરફ 8 GB RAM અને 256 GB ઇન્ટરનલ સ્ટૉરેજવાલા વેરિઅન્ટની કિંમત CNY 1,999 છે, જેનો મતલબ થાય છે કે ભારતીય બજારમાં તેની કિંમત આશરે 23,200 રૂપિયા છે.

    આ પણ વાંચો: WhatsApp યૂઝર્સ માટે મોટા સમાચાર, ઝડપથી આવશે ઑડિયો મેસેજનું દમદાર ફીચર, જાણો વિગત

    સ્માર્ટફોનના સંભવિત ફીચર્સ:

    એવી જાણકારી આપવામાં આવી રહી છે કે 26 નવેમ્બરના રોજ આ ફોન લૉંચ કરવામાં આવી શકે છે. એવી સંભાવના છે કે Vivo Y76 સ્માર્ટફોનમાં 6.5 ઇંચની FHD+ LCD હશે. આ ફોનનો રિફ્રેશ રેટ 60Hz હશે. આ ફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો અને 2 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરો હશે. સેલ્ફી માટે આ ફોનમાં 16 મેગાપિક્સલનો કેમેરો હશે.

    આ પણ વાંચો: WhatsApp Tips: સ્માર્ટફોન ખોવાઈ જાય તો આ રીતે રિકવર કરો વોટ્સએપ મેસેજ

    Redmi Note 11T 5G

    રેડમી નોટ 11ટી 5જી સ્માર્ટફોન 30 નવેમ્બરના રોજ લૉંચ થઈ શકે છે. કિંમત અંગે વાત કરીએ તો 15,999 રૂપિયાથી શરૂ થઈ શકે છે. ફીચર્સની વાત કરીએ તો Redmi Note11 5G ફોનમાં 6.6 ઇંચની FHD+ IPS ડિસ્પ્લે હશે. ફોનનો ટચ સ્પેલિંગ રેટ 240Hz અને રિફ્રેશ રેટ 90Hz હશે.
    Published by:Vinod Zankhaliya
    First published: