Home /News /tech /

Vivo Y53s બજેટ સ્માર્ટફોન ભારતમાં થયો લૉન્ચ, 64 મેગાપિક્સલ કેમેરાનો છે સપોર્ટ, જાણો કિંમત

Vivo Y53s બજેટ સ્માર્ટફોન ભારતમાં થયો લૉન્ચ, 64 મેગાપિક્સલ કેમેરાનો છે સપોર્ટ, જાણો કિંમત

Vivo Y53sનો મુકાબલો Redmi Note 10 Pro Max અને Samsung Galaxy M51 જેવા સ્માર્ટફોન સાથે છે, જાણો વીવોના નવા ફોનના ફીચર્સ અને કિંમત

Vivo Y53sનો મુકાબલો Redmi Note 10 Pro Max અને Samsung Galaxy M51 જેવા સ્માર્ટફોન સાથે છે, જાણો વીવોના નવા ફોનના ફીચર્સ અને કિંમત

    મુંબઈ. છેલ્લા ઘણા દિવસોથી વીવોના નવા સ્માર્ટફોન Vivo Y53sનો લીક રિપોર્ટ સામે આવી રહ્યા હતા, જોકે હવે કંપનીએ Vivo Y53sને ભારતમાં લૉન્ચ કરી દીધો છે. Vivo Y53sને 64 મેગાપિક્સલના ટ્રિપલ રિયર કેમેરાની સાથે રજૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ફોનમાં 128 GB સુધીનું સ્ટરોજ છે. Vivo Y53sમાં 33 Wનું ફાસ્ટ ચાર્જિંગ છે. Vivo Y53sનો મુકાબલો Redmi Note 10 Pro Max અને Samsung Galaxy M51 જેવા સ્માર્ટફોન સાથે થશે.

    Vivo Y53sની કિંમત

    Vivo Y53sને એક જ સ્ટોરેજ વેરિયન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. Vivo Y53s 8 GB RAM અને 128 GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 19,490 રૂપિયા છે. ફોનને ડીપ સી બ્લૂ અને ફેન્ટાસ્ટિક રેમ્બો કલરમાં ખરીદી શકાય છે. ફોનનું વેચાણ અમેઝોન, ફ્લિપકાર્ટ, પેટીએમ, ટાટા ક્લિક અને વીવોના ઓનલાઇન સ્ટોરથી શરૂ થઈ ગયું છે. લૉન્ચિંગ ઓફર હેઠળ Vivo Y53sને HDFC Bankના કાર્ડની સાથે 1,500 રૂપિયાના કેશબેકની સાથે ખરીદી શકાય છે. ફોનની સાથે જિયો તરફથી 7,000 રૂપિયાની ઓફર છે.

    આ પણ વાંચો, Samsungને પછાડી Xiaomi પહેલી વાર બની દુનિયાની નંબર-1 સ્માર્ટફોન બ્રાન્ડ

    Vivo Y53sના સ્પેસિફિકેશન

    Vivo Y53sમાં એન્ડ્રોઇડ 11 આધારિત Funtouch OS 11.1 છે. આ ઉપરાંત તેમાં 6.58 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે છે જેનું રેઝોલ્યૂશન 1080x2400 પિક્સલ છે. ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 60Hz છે. આ ઉપરાંત ફોનમાં મીડિયાટેક હીલિયો G80 પ્રોસેસર, 8 GB RAM અને 128 GB સ્ટોરેજ છે. જેમાં મેમરી કાર્ડની મદદથી વધારી શકાય છે.

    Vivo Y53sનો કેમેરા

    કેમેરાની વાત કરીએ તો Vivo Y53sમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે જેમાં પ્રાઇમરી લેન્સ 64 મેગાપિક્સલનો છે જેનું એપર્ચર f/.79 છે. બીજો લેન્સ 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ છે જેનું એપર્ચર f/2.4 છે. ત્રીજો લેન્સ 2 મેગાપિક્સલનો ડેફ્થ સેન્સર છે. સેલ્ફી (Selfie) માટે તેમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

    આ પણ વાંચો, WhatsAppનું નવું ફીચર! સેન્ડ કરાયેલો ફોટો કે વીડિયો એક વાર જોયા પછી થઈ જશે ડીલીટ

    Vivo Y53sની બેટરી

    કનેક્ટિવિટી માટે વીવોના આ ફોનમાં 4G LTE, ડ્યૂઅલ બેન્ડ વાઇ-ફાઇ બ્લૂટૂથ v5, GPS અને યુએસબી ટાઇપ-સી પોર્ટ છે. ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર અને 5000mAhની બેટરી છે જે 33Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનનું વજન 190 ગ્રામ છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Vivo Y53s Battery, Vivo Y53s Camera, Vivo Y53s launched in India, Vivo Y53s Price, Vivo Y53s Specification, Vivo Y53s Specifications

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन