નવો બજેટ સ્માર્ટફોન લૉંચ: 5000mAh બેટરી, રિવર્સ ચાર્જિંગ અને કિંમત ફક્ત આટલી જ...

વીવો વાય3એસ (Vivo Y3s) ફોન લોન્ચ થઈ ગયો છે. કંપનીએ આ ફોનમાં 2GB રેમ અને 32GB સ્ટોરેજ આપ્યું છે. સ્માર્ટફોનમાં 13MPનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવ્યો છે.

વીવો વાય3એસ (Vivo Y3s) ફોન લોન્ચ થઈ ગયો છે. કંપનીએ આ ફોનમાં 2GB રેમ અને 32GB સ્ટોરેજ આપ્યું છે. સ્માર્ટફોનમાં 13MPનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવ્યો છે.

  • Share this:
    નવી દિલ્હી. એક સારા બજેટ ફોનની તલાશ કરી રહેલા લોકો માટે ખુશખબરી છે. આજે એક એવો ફોન લોન્ચ થયો છે જે ઘણો સસ્તો તો છે જ, સાથે ફીચર્સમાં પણ જોરદાર લાગે છે. અમે વાત કરી રહ્યા છીએ વીવો વાય3એસ (Vivo Y3s)ની. આ ફોનની કિંમત માત્ર 9,490 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોનના દમદાર પાસા જોઈએ તો તેની બેટરી 5000mAhના પાવર સાથે છે. આ પાવર તમે આ ફોન માટે તો યુઝ કરી જ શકો છો પણ જો જરૂર પડે તો બીજા ફોનને પણ ચાર્જ કરી શકો છો. જી હા, તેમાં રિવર્સ ચાર્જિંગનું ફીચર પણ આપવામાં આવ્યું છે.

    જો કોઈ ખરીદવા માગે છે તો નો-કોસ્ટ ઈએમઆઈ (No-Cost EMI)નો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. પરંતુ આ વિકલ્પ માત્ર ત્રણ મહિના માટે છે. આ ફોનને તમે ગઈ કાલથી એટલે કે 18 ઓક્ટોબરથી ઓનલાઈન કે પછી ઓફલાઈન એમ બંને રીતે ખરીદી શકો છો.

    શું છે આ ફોનની વિશેષતાઓ?

    કંપનીએ આ ફોનને 2GB રેમ અને 32GB સ્ટોરેજ સાથે લોન્ચ કર્યો છે. તમે આ ફોનને ત્રણ કલર- પર્લ વ્હાઈટ, મિન્ટ ગ્રીન અને સ્ટેરી બ્લુમાં ખરીદી શકો છો. હેન્ડસેટ FunTouch OS 11 પર કામ કરે છે અને એમાં 13MPનું સેન્સર મળે છે. Vivo Y3s સ્માર્ટફોનમાં 6.51 inchનું Halo FullView LCD ડિસ્પ્લે મળે છે, જે HD+ (1600*720) રેઝોલ્યુશન સાથે આવે છે.

    આ પણ વાંચો: Maruti Suzukiએ 2022 Jimnyનું ટીઝર જાહેર કર્યું, જાણો તેના ફીચર્સ

    ફોનમાં MediaTek Helio P35 પ્રોસેસર મળે છે. હેન્ડસેટ Android 11 Go Edition પર આધારિત Funtouch OS 11 પર કામ કરે છે. સ્ટોરેજને માઈક્રો એસડી કાર્ડની મદદથી 1TB સુધી વધારી શકાય છે. સ્માર્ટફોનમાં 13MPનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવ્યો છે. જ્યારે ફ્રન્ટમાં કંપનીએ 5MPનો સેલ્ફી કેમેરા લેન્સ આપ્યો છે.

    આ પણ વાંચો: Google Pixel 6 સિરીઝ: લૉંચ પહેલા જ જાહેરખબર લીક, આ ફીચર આવ્યા સામે

    ડુઅલ સિમ અને ડુઅલ સ્ટેન્ડ બાય મોડવાળા આ ફોનમાં ટ્રીપલ કાર્ડ સ્લોટ મળે છે, જેમાં બે સિમ અને એક માઈક્રો એસડી કાર્ડ એક સાથે ઉપયોગમાં લઈ શકાય છે. ફોનમાં Bluetooth 5.0, Wi-Fi, GPS અને માઈક્રો યુએસબી પોર્ટ જેવા ફીચર મળે છે.
    Published by:Nirali Dave
    First published: