Home /News /tech /

Vivo Y21A: 4GB RAM અને 5000mAh બેટરી સાથે લૉન્ચ થયો Vivoનો આ નવો સ્માર્ટફોન, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

Vivo Y21A: 4GB RAM અને 5000mAh બેટરી સાથે લૉન્ચ થયો Vivoનો આ નવો સ્માર્ટફોન, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

વિવો સ્માર્ટફોન

Vivo Y21A: ગયા મહિને Vivoએ ભારતમાં Vivo Y21e સ્માર્ટફોન પણ લોન્ચ કર્યો હતો. જેમાં Qualcomm Snapdragon 680 CPUનો પાવર મળે છે.

    નવી દિલ્હી. Vivo Y21A: ચાઈનીઝ સ્માર્ટફોન ઉત્પાદક Vivo ભારતમાં નવો સ્માર્ટફોન Vivo Y21A લોન્ચ કર્યો છે, આ સ્માર્ટફોન Y-સિરીઝ સ્માર્ટફોન પોર્ટફોલિયોમાં કંપનીનો નવો ઉમેરો છે. આ સ્માર્ટફોન કંપનીનો લો કોસ્ટ ફોન છે જેમાં ડ્યુઅલ કેમેરા કન્ફિગરેશન અને મીડિયાટેક હેલીઓ પી22 (MediaTek Helio P22) પ્રોસેસર છે. ફોનની 5000mAh બેટરી અને 18W ચાર્જિંગ સ્પીડ મુખ્ય હાઇલાઇટ્સ છે. વિવો વાય-સિરીઝ ઇમર્સિવ એક્સપિરિયન્સ અને શ્રેષ્ઠ ટેક્નોલોજીની ઈચ્છા ધરાવતા મિલેનિયલ્સ (millennials)ને ટાર્ગેટ બનાવે છે.

    Vivo Indiaના ડિરેક્ટર યોગેન્દ્ર શ્રીરામુલાએ લોન્ચ પર કહ્યું છે કે, "મિલેનિયલ્સની જરૂરિયાતો પૂરી કરવા માટે વિવો Y21A રજૂ કર્યો છે, જેમાં મોટી 5000mAh બેટરી છે. સંપૂર્ણપણે નવો Y21A શ્રેષ્ઠ-ઇન-ક્લાસ સુવિધાઓ ઓફર કરીને યૂઝર્સને પ્રીમિયમ અનુભવ આપે છે. આ લોન્ચ સાથે અમે ગ્રાહકોને સ્માર્ટફોનની વિવિધ સીરીઝ ઓફર કરીને મજબૂત પોર્ટફોલિયો સ્થાપિત કરવાની આશા રાખીએ છીએ."

    ગયા મહિને Vivoએ ભારતમાં Vivo Y21e સ્માર્ટફોન પણ લોન્ચ કર્યો હતો. જેમાં Qualcomm Snapdragon 680 CPUનો પાવર મળે છે. આ સ્માર્ટફોનની કિંમત 12,990 રૂપિયા છે અને તેમાં 3GB રેમ અને 64GB સ્ટોરેજ છે. Vivo Y21A ને ફીચર્સ અને કિંમતો પર એક નજર કરીએ.

    Vivo Y21A: કિંમત

    Vivo Y21Aની ભારતમાં કિંમત રૂ. 13,990 છે. ફોન બે કલર મિડનાઈટ બ્લૂ અને ડાયમંડ ગ્લોમાં આવે છે. કંપનીએ જણાવ્યું કે આ સ્માર્ટફોનમાં 4GB રેમ અને 64GB ની સ્ટોરેજ ક્ષમતા ધરાવે છે.

    ફોન એક્સટેન્ડેડ રેમ 2.0 ફંક્શન ઓફર કરે છે, જે યૂઝર્સને RAM તરીકે ડિવાઈસની સ્ટોરેજ ક્ષમતાના 1GB નો ઉપયોગ કરવાની સુવિધા આપે છે. Vivo Y21A ભારતમાં Vivo ઈન્ડિયાના ઈ-સ્ટોર અને કંપનીના તમામ રિટેલ પાર્ટનર્સ દ્વારા ઉપલબ્ધ થશે. તેનું વેચાણ 24 જાન્યુઆરી 2022થી શરૂ થશે.

    Vivo Y21A: સ્પેસિફિકેશન

    કંપનીના જણાવ્યા અનુસાર Vivo Y21Aમાં ટોપ પર નોચ સાથે 6.51-ઇંચની HD+ ડિસ્પ્લે છે. આ ફોન 5000mAh બેટરી દ્વારા સંચાલિત છે. જે 18W દરે ચાર્જ થાય છે. આ ડિવાઈસ એન્ડ્રોઈડ 11 પર આધારે FunTouch OS 11.1 સ્કિન પર ચાલે છે. સ્માર્ટફોનમાં USB Type-C પોર્ટ તેમજ બાજુમાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે.

    આ પણ વાંચો: Vivo Pad: માર્કેટમાં આવી રહ્યું છે ફાસ્ટ ચાર્જિંગ અને 8000mAh બેટરીવાળું Vivo Pad, જાણો ફીચર્સ

    કંપનીના જણાવ્યા અનુસાર Vivo Y21Aમાં ટોચ પર નોચ સાથે 6.51-ઇંચની HD+ ડિસ્પ્લે છે. આ ફોનમાં 5000mAh બેટરી આપવામાં આવી છે. જે 18W ચાર્જર સાથે આવે છે. આ ડિવાઈસ એન્ડ્રોઈડ 11 પર આધારિત કંપનીના FunTouch OS 11.1 સ્કિન પર ચાલે છે. સ્માર્ટફોનમાં USB Type-C પોર્ટ તેમજ બાજુમાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે.
    First published:

    Tags: Vivo, મોબાઇલ, સ્માર્ટફોન

    આગામી સમાચાર