Vivo Y15 ટ્રીપલ રિયર કેમેરા અને દમદાર બેટરી સાથે ભારતમાં લોન્ચ

વિવો વાય15 (2019) માં 4 જીબી રેમ, 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ આવશે.

News18 Gujarati
Updated: May 28, 2019, 5:21 PM IST
Vivo Y15  ટ્રીપલ રિયર કેમેરા અને દમદાર બેટરી સાથે ભારતમાં લોન્ચ
વિવો વાય15 (2019) માં બે કલર વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ છે.
News18 Gujarati
Updated: May 28, 2019, 5:21 PM IST
ભારતમાં વિવો વાય15 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. વિવો વાય 15 કંપનીની વાય સીરીઝનો એક ભાગ છે, વિવો વાય 15 (2019)માં ત્રણ પાછળના કેમેરા અને 6.35 ઇંચની ડિસ્પ્લે છે. ભારતમાં વિવો વાય 15 ની કિંમત અને સ્પેસિફિકેશન વિશે માહિતી આપી છે.

Vivo Y15 (2019)ની ભારતમાં કિંમત અને લોન્ચ ઓફર

ભારતીય માર્કેટમાં વિવો વાય15 (2019) ની કિંમત 13,990 રૂપિયા છે. આ કિંમતમાં 4 જીબી રેમ, 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ આવશે. વિવો વાય15 (2019) માં બે કલર વેરિયન્ટ્સ છે - એક્વા બ્લુ અને બરગંડી રેડ. વિવો વાય 15 (2019) ઈ-કૉમર્સ સાઇટ ફ્લિપકાર્ટ, એમેઝોન, પેટીએમ, ટાટા ક્લિક્સ, વિવો ઇન્ડિયાના ઈ-સ્ટોર અને ઓફલાઇન માર્કેટ એટલે કે રિટેલ સ્ટોર પરથી વેચવામાં આવશે.

વિવો વાય 15 (2019)ને રિટેલ સ્ટોરથી ખરીદો છો, તો તમને ફોન સાથે અનેક લોન્ચ ઓફર પણ મળશે. તમને બજાજ ફાઈન્સર્વ, આઇડીએફસી બેન્ક, એચડીબીએફએસ, એચડીએફસી બેન્ક, હોમ ક્રેડિટ અને પાઈનલાબ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર વ્યાજ નહીં લાગે. જિયો તરફથી 3 ટીબી ડેટા અને રૂ. 4,000 નો ફાયદો મળશે.

આ પણ વાંચો: લોન્ચ થયું દુનિયાનું પહેલું બે સ્ક્રીન ધરાવતું Laptop, જુઓ તસવીર


Loading...

વિવો વાય15 (2019)ને ઓનલાઇન ખરીદનાર ગ્રાહકને 1,000 રુપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ મળશે અને 9 મહિના સુધી વ્યાજ વગર ઇએમઆઈની સુવિધા મળશે.

હવે કેમેરાની વાત કરીએ તો વિવો વાય15 (2019) સ્માર્ટફોન ટ્રિપલ રિયર કેમેરા સેટઅપથી સજ્જ છે. પાછળના ભાગમાં 13 મેગાપિક્સેલ (એફ / 2.2 એપર્ચર) નો પ્રાઇમરી કેમેરો, વાઇડ એન્ગલ લેન્સ સાથેનો 8-મેગાપિક્સલ સેકંડરી કેમેરો અને ત્રીજો 2-મેગાપિક્સેલનો ડેપ્થ સેન્સર છે. વિવો વાય15 (2019)માં એફ / 2.0 એપર્ચરનો 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમરો છે.

ફોનની પાછળ સુરક્ષા માટે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે, 4 જી વૉલ્ટ, ડ્યુઅલ-બેન્ડ વાઇ-ફાઇ, બ્લૂટૂથ વર્ઝન 5, માઇક્રો-યુએસબી પોર્ટ અને જીપીએસ / એ-જીપીએસ સપોર્ટનો સમાવેશ થાય છે. રિટેલ બૉક્સમાં પ્રોટેક્ટીવ કેસ પણ જોવા મળશે.
First published: May 28, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...