રિવર્સ ચાર્જિંગ અને ટ્રિપલ કેમેરા સાથે લોન્ચ થયો Vivo Y12

વિવો વાય 12ને ભારતમાં લોન્ચ કર્યો છે. કંપનીએ તેની કિંમત 11,999 રૂપિયા રાખી છે. જાણો તેની વિશેષતાઓ.

વિવો વાય 12ને ભારતમાં લોન્ચ કર્યો છે. કંપનીએ તેની કિંમત 11,999 રૂપિયા રાખી છે. જાણો તેની વિશેષતાઓ.

 • Share this:
  Vivo Y12ને સત્તાવાર રીતે રજૂઆત કરવામાં આવ્યો છે અને કંપનીએ તેના શરુઆતી કિંમત 11,999 રૂપિયા રાખી છે. છેલ્લા અનેક દિવસોથી આ ફોનની ચર્ચા થઈ હતી. આ ફોનને કોઇ શૉર વગર લોન્ચ કરવામાં આવ્યો છે અને તેનું વેચાણ આ અઠવાડિયે શરૂ થશે. આ માહિતી 91Mobilesના હવાલેથી મળી છે. હાલ સેલની તારખ સામે આવી નથી.

  Vivo Y12 એક ઑફલાઇન સેન્ટ્રિક ફોન છે અને તે ફક્ત રીટેલ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ થશે. વિવો વાય 12 ની બેક પેનલ પર ટ્રીપલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. સાથે સાથે તેમા વૉટરડ્રોપ નોચ ડિસ્પ્લે અને 5000mAh ની મોટી બેટરી પણ આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે તેમાં રીવર્સ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યું છે.

  સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો વિવો વાય 12 માં એચડી + સ્ક્રીન રિઝોલ્યુશન સાથે 6.35-ઇંચ હોલો ફુલવ્યૂ ડિસ્પ્લે છે. આ ફોનમાં 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ સાથે 2.0GHz ઑક્ટા-કોર મીડિયાટેક હેલિયો પી 22 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

  આ પણ વાંચો: આ દિવસે લોન્ચ થશે Nokia 6.2, કિંમત તમારા બજેટમાં

   ફોટોગ્રાફીની વાત કરીએ તો આ સ્માર્ટફોનની રિયરમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમા 8-મેગાપિક્સલ + 13-મેગાપિક્સલ + 2-મેગાપિક્સલનું સેટઅપ છે. ત્યાં ફ્રન્ટ પેનલ પર આ સ્માર્ટફોન પર 8 મેગાપિક્સલનો કેમેરો આપ્યો છે. સોફટવેર વિશે વાત કરીએ તો એન્ડ્રોઇડ 9 પીઈ બેઝ્ડ ફનટચ OS ને આપવામાં આવી છે. આ સ્માર્ટફોનની રિયરમાં ફિંગરપ્રિંટ સેન્સર પણ આપવામાં આવ્યું છે.  વિવો વાય 12ની કિંમત 11,990 રૂપિયા છે. આ કિંમત બેઝ મોડલ 3 જીબી રેમ + 32 જીબી સ્ટોરેજ વેરિયન્ટની છે. તેના 4 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 12,990 રૂપિયા છે.
  Published by:Bhoomi Koyani
  First published: