Home /News /tech /9 હજારથી પણ ઓછી કિંમતમાં લોન્ચ થયો Vivo Y01, મળશે 5000mAh બેટરી સહિતના આકર્ષક ફીચર્સ
9 હજારથી પણ ઓછી કિંમતમાં લોન્ચ થયો Vivo Y01, મળશે 5000mAh બેટરી સહિતના આકર્ષક ફીચર્સ
વીવોએ Vivo Y01 સ્માર્ટફોનને કંપનીના લેટેસ્ટ બજેટ મોડલ તરીકે લૉન્ચ કર્યો છે. (Image credit- Vivo India)
Vivo Y01 Launched in India: Vivo Y01માં 6.51 ઇંચની HD+ ડિસ્પ્લે છે, જેનું રેઝોલ્યુશન 720x1600 પિક્સેલ, ફુલ વ્યૂ ડિસ્પ્લેનો આસ્પેક્ટ રેશિયો 20:9 હશે. આ ડિસ્પ્લે વિવોના આઇ પ્રોટેક્શન મોડ સાથે આવશે જે બ્લુ લાઇટ એમિશનને ઘટાડવામાં મદદ કરે છે.
Vivo Y01 Launched in India: Vivoએ સોમવારે ભારતીય બજારમાં Vivo Y01 સ્માર્ટફોનને કંપનીના લેટેસ્ટ બજેટ મોડલ તરીકે લૉન્ચ કર્યો છે. નવો Vivo સ્માર્ટફોન વોટરડ્રોપ સ્ટાઈલ ડિસ્પ્લે નોચ સાથે આવશે અને તે ઓક્ટા-કોર MediaTek Helio P35 SoC પ્રોસેસર દ્વારા સંચાલિત હશે. Vivo Y01 સ્માર્ટફોન 1TB સુધી એક્સપેન્ડેબલ સ્ટોરેજ સપોર્ટ પ્રદાન કરતા માઇક્રોએસડી કાર્ડ સ્લોટ સાથે આવશે. આ સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલનો રિયર કેમેરા મળશે. Vivo Y01 સ્માર્ટફોન માર્કેટમાં આવ્યા બાદ Redmi 10A અને Samsung Galaxy M02 સાથે સ્પર્ધા કરશે.
Vivo Y01 કિંમત
કિંમતની વાત કરીએ તો Vivo Y01ના 2GB રેમ અને 32GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 8,999 રૂપિયા છે. આ સ્માર્ટફોન Elegant Black અને Sapphire Blue કલર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે. આ સ્માર્ટફોન Vivo ઈ-સ્ટોર સહિત અન્ય ઓફલાઈન રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ થશે. જો કે, ઉપલબ્ધતાની ચોક્કસ માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. માર્ચમાં, Vivo Y01ને આફ્રિકાના કેટલાક માર્કેટમાં સમાન 2GB RAM અને 32GB સ્ટોરેજ વેરિઅન્ટ સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો.
Vivo Y01માં 6.51 ઇંચની HD+ ડિસ્પ્લે છે, જેનું રેઝોલ્યુશન 720x1600 પિક્સેલ, ફુલ વ્યૂ ડિસ્પ્લેનો આસ્પેક્ટ રેશિયો 20:9 હશે. આ ડિસ્પ્લે વિવોના આઇ પ્રોટેક્શન મોડ સાથે આવશે જે બ્લુ લાઇટ એમિશનને ઘટાડવામાં મદદ કરે છે. આ સ્માર્ટફોનમાં Octa core MediaTek Helio P35 SoC પ્રોસેસર આપવામાં આવ્યું છે. સ્ટોરેજની વાત કરીએ તો તેમાં 2GB રેમ અને 32GB સ્ટોરેજ છે.
કેમેરાની વાત કરીએ તો આ સ્માર્ટફોનના રિયરમાં સિંગલ 8 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. તો તેના ફ્રન્ટમાં 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 4G LTE, Wi-Fi, બ્લૂટૂથ, GPS/A-GPS અને માઇક્રો USB પોર્ટ છે. આ સ્માર્ટફોનમાં ફેસ વેક ફીચર પણ હશે જે અનલોક કરવામાં મદદ કરશે.
બેટરી બેકઅપ વિશે વાત કરીએ તો, આ સ્માર્ટફોનમાં 5,000mAh બેટરી છે, જે સિંગલ ચાર્જ પર ઘણા કલાકો સુધી વાપરી શકાય છે. ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ આધારિત Funtouch OS 11.1 પર કામ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર