12GB RAM, 80W ફાસ્ટ ચાર્જિંગ સાથે લોન્ચ થઇ Vivo X80 સિરીઝ, પ્રીમિયમ છે કિંમત અને લુક
12GB RAM, 80W ફાસ્ટ ચાર્જિંગ સાથે લોન્ચ થઇ Vivo X80 સિરીઝ, પ્રીમિયમ છે કિંમત અને લુક
Vivo X80 Series લોન્ચ થઈ ગઈ છે.
Vivo X80 Series: આ સ્માર્ટફોનમાં 6.78-ઇંચની FHD+ 120Hz E5 Samsung કર્વ્ડ AMOLED ડિસ્પ્લે છે, જે 1000 નિટ્સ બ્રાઈટનેસ સાથે આવે છે. ફોનના ફ્રન્ટમાં સેન્ટર્ડ પંચ હોલ મળે છે, જેમાં 32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.
Vivo X80 Series: વીવો X80 સિરીઝ (Vivo X80 Series Launched)ને ગ્લોબલી લોન્ચ કરી નાખવામાં આવી છે, અને આ પહેલો એવો ફ્લેગશિપ ફોન છે જેમાં મીડિયાટેક ડાયમેન્સિટી 9000 પ્રોસેસર સામેલ છે. વીવો X80 માં કર્વ AMOLED સ્ક્રીન આપવામાં આવી છે, અને તેના બેક પર ફ્લેટ ગ્લાસ સામેલ છે, જેની સાથે સિરામિક કેમેરા આઇલેન્ડ છે. આ ફોનમાં 6.78-ઇંચની FHD+ 120Hz E5 Samsung કર્વ્ડ AMOLED ડિસ્પ્લે છે, જે 1000 નિટ્સ બ્રાઈટનેસ સાથે આવે છે. ફોનના ફ્રન્ટમાં સેન્ટર્ડ પંચ હોલ મળે છે, જેમાં 32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.
Vivo X80 માં મીડિયાટેક ટોપ ઓફ ધ લાઇન ડાયમેન્સિટી 9000 SoC સાથે 12GB ની ઓનબોર્ડ LPDDR5 રેમ, 4GB ની એક્સટેન્ડેબલ રેમ અને 256GB ની બ્લેઝિંગ ફાસ્ટ 256GB UFS 3.1 સ્ટોરેજ આપવામાં આવી છે.
કેમેરાની વાત કરીએ તો, નવા ફોન Vivo X80 Pro માં Vivo V1+ ISP છે અને તેની સાથે જ તેમાં 50 મેગાપિક્સલનો Samsung GNV સેન્સર પણ આપવામાં આવ્યો છે. ફોનના બેકમાં એક 48 મેગાપિક્સલનો Sony IMX598 અલ્ટ્રાવાઇડ એન્ગલ લેન્સ, એક 12 મેગાપિક્સલનો Sony IMX663 ટેલીફોટો લેન્સ અને 8 મેગાપિક્સલનો પેરીસ્કોપ લેન્સ આપવામાં આવ્યો છે. ફોનના ફ્રન્ટમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા પણ છે.
મળશે પાવરફુલ બેટરી
પાવર માટે ફોનમાં 4,500mAh ની બેટરી આપવામાં આવી છે, જે Vivo ની દમદાર 80W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે. Vivo નો દાવો છે કે ફોનની 80W ફાસ્ટ ચાર્જિંગથી ફોન ફક્ત 11 મિનિટમાં 0% થી 50% અને 34 મિનિટમાં 0% થી 100% ચાર્જ થઈ જશે.
Vivo X80 સિરીઝમાં બે મોડલ X80 અને X80 Pro સામેલ છે. સિરીઝના બંને ફોન 12GB RAM અને 256GB સ્ટોરેજ વેરિયન્ટ સાથે રજૂ કરવામાં આવ્યા છે. Vivo X80 ની કિંમત મલેશિયામાં RM 3,499 છે, જે ભારતીય રૂપિયામાં લગભગ 61,600 રૂ. છે. તો Vivo X80 Pro ની કિંમત RM 4,999 છે, જે લગભગ 88,000 રૂપિયા છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર