ફોટોગ્રાફી માટે બેસ્ટ Vivo X70 સીરીઝનો 5Gફોન આ તારીખે ભારતમાં થશે લોન્ચ, જાણો કેવા છે ફિચર્સ

ફોટોગ્રાફી માટે બેસ્ટ Vivo X70 સીરીઝનો 5Gફોન જાણો કિેમત અને ફીચર્સ.

વીવો (Vivo)એ ભારતમાં પોતાની લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન સીરિઝ લોન્ચ કરવાની જાહેરાત કરી દીધી છે. દેશમાં Vivo X70 સીરીઝના સ્માર્ટફોન્સ લોન્ચિંગ અંગે એક ટિઝર કંપનીએ પોતાના સોશ્યલ મીડિયા(Social media)માં શેર કર્યુ છે.

  • Share this:
નવી દિલ્હી:  વીવો (Vivo)એ ભારતમાં પોતાની લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન સીરિઝ લોન્ચ કરવાની જાહેરાત કરી દીધી છે. દેશમાં Vivo X70 સીરીઝના સ્માર્ટફોન્સ લોન્ચિંગ અંગે એક ટિઝર કંપનીએ પોતાના સોશ્યલ મીડિયા(Social media)માં શેર કર્યુ છે. જેમાં પુષ્ટિ કરાઇ છે કે કંપની 30 સપ્ટેમ્બરે Vivo X70, X70 Pro અને Vivo X70 Pro+ લોન્ચ કરશે. આપને જણાવી દઇએ કે કંપનીએ હાલમાં જ આ સીરીઝ ચીનમાં લોન્ચ કરી છે. વીવો એક્સ સીરીઝ અન્ય સ્માર્ટફોન(Smartphone)ની જેમ જ પોતાના અપકમિંગ મોડેલ્સમાં ફોટોગ્રાફી (Photography)ધ્યાન કેન્દ્રિત કરશે. વીવો X70 સીરીઝના કેમેરા ઝીસ દ્વારા ટ્યૂન કરાયેલા છે અને એક ખાસ કોટિંગ ‘ઝીટ ટી’ સાથે આવશે. જે ફ્લેયર, સ્ટ્રે લાઇટ અને ઘોસ્ટિંગ ઇફેક્ટને ઓછી કરશે.

ચીનમાં લોન્ચ કરાયેલ X70 અને X70 Pro મોટાભાગે સરખા જ લાગે છે, પરંતુ કેમેરાની બાબતમાં બંનેમાં તફાવત જોવા મળે છે. બંને ફોન 3 કલર ઓપ્શન અને સ્ટોરેજમાં આવશે.

Vivo X70ના ફીચર્સ

Vivo X70માં 6.56 ઇંચની ફુલ HD+AMLOED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યૂશન 1080x2376 પિક્સલ છે અને 120Hz રિફ્રેશ રેટ આપશે. ફોન એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ સ્માર્ટફોનમાં MediaTek Dimensity 1200 પ્રોસેસર છે. ફોનમાં 12GB રેમ અને 256GB સુધીની ઇન્ટર્નલ સ્ટોરેજ આપવામાં આવી છે. Vivo X70નો કેમેરો ખૂબ શાનદાર છે. જેમાં 40 મેગાપિક્સલનો Sony IMX766V સેન્સર આપવામાં આવ્યું છે, તો ફોનમાં 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ અને 12 મેગાપિક્સલનો પોટ્રેટ લેન્સ વાપરવામાં આવ્યો છે. એટલું જ નહીં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે સ્માર્ટફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે. પાવર માટે તેમાં 44W ફ્લેશ ચાર્જ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 4000 mAhની બેટરી ઉપલબ્ધ છે.

Vivo X70 Proના ફીચર્સ

Vivo X70 Proના સ્પેસિફિકેશન વેનિલા Vivo X70 સાથે મળતા આવે છે. તફાવત પ્રોસેસર, કેમેરા અને બેટરીમાં છે. Vivo X70 Proમાં Exynos 1080 SoCની સાથે 12GB રેમ અને 512GB સુધીની સ્ટોરેજ મળે છે. તેમાં એક ક્વોડ રિયર કેમેરા સેટઅપ પણ છે, જેમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર અને 8 મેગાપિક્સલનો પેરિસ્કોપ લેંસ હોય છે. વીવોએ 44W ફ્લેશ ચાર્જ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે 4500 mAhની બેટરી આપી છે.

આ પણ વાંચો: Flipkart Big Billion Day : સ્માર્ટફોન્સ પર મળી રહી છે આકર્ષક છૂટ

Vivo X70 Pro+ના ફીચર્સ

કંપનીના ટોપ વેરિએન્ટ Vivo X70 Pro+ સ્માર્ટફોનમાં 6.78 ઇંચની અલ્ટ્રા HD+AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યૂશન 1440x3200 પિક્સલ અને રિફ્રેશ રેટ 120Hz છે. ફોન Snapdragon 888+ પ્રોસેસરથી સજ્જ છે. તેમાં 12GB રેમ અને 512GB સુધી ઇન્ટર્નલ સ્ટોરેજ આપવામાં આવી છે. ફોટોગ્રાફીની વાત કરીએ તો Vivo X70 Pro+માં ક્વોડ રિઅર કેમેરા સેટઅપ છે, જેનો પ્રાઇમરી કેમેરો 50 મેગાપિક્સલનો છે. જ્યારે કે તેમાં 48 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ, 12 મેગાપિક્સલનો પોટ્રેટ લેન્સ અને 8 મેગાપિક્સલનો પેરીસ્કોપ સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે. આ સાથે જ તમને 5000mAhની 55W ફાસ્ટ ચાર્જિંગ, 50W વાયરલેસ ચાર્જિંગ અને 10W વાયરલેસ રિવર્સ ચાર્જિંગ સપોર્ટ સાથે બેટરી મળશે.
Published by:kuldipsinh barot
First published: