નવી દિલ્હીઃ લાંબી રાહ બાદ વિવોએ ચીનમાં X70 સીરીઝ લોન્ચ કરી દીધી છે. કંપનીએ ચીનમા Vivo X70, X70 Pro અને X70 Pro+ એમ ત્રણ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. Vivo X70 સીરીઝ ભારતમાં પણ લોન્ચ (vivo smart phone launch in india) થવાની છે. આ પહેલા મનીકન્ટ્રોલને સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, વિવો ભારતમાં ઉપર્યુક્ત 3 સ્માર્ટફોન્સમાંથી માત્ર 2 ફોન જ ભારતમાં લોન્ચ કરશે. સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં ભારતમાં કંપની X70 Pro અને X70 Pro+ લોન્ચ કરશે. જોકે હજુ સુધી વિવોએ આ સ્માર્ટફોન્સની લોન્ચની (smartphone news) તારીખ અંગે ખુલાસો કર્યો નથી. મનીકન્ટ્રોલના સુત્રો અનુસાર કંપની ભારતમાં વનિલા X70 લોન્ચ કરવાની તૈયારીમાં નથી. આ અંગે સ્પષ્ટતા માટે કંપનીનો સંપર્ક કરતા કંપનીએ કોઇ પણ નિવેદન આપવાથી મનાઇ કરી હતી.
Vivo X70 ના ફીચર્સ
ડ્યુઅલ સીમ(નેનો) Vivo X70 ફોન એન્ડ્રોઇડ 11 આધારિત OriginOS 1.0 પર કામ કરશે અને તેમાં 6.56-ઇંચની ફુલ એચડી+(1080x2376 px) AMOLED ડિસ્પ્લે છે, જે 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ, 19.8:9 આસ્પેક્ટ રેશિયો અને એચડીઆર સપોર્ટની સાથે આવે છે. આ સિવાય આ ફોન મીડિયાટેક ડાયમેંસિટી 1200 પ્રોસેસરથી સજ્જ છે, જેની સાથે ARM G7 જીપીયુ, 12GB સુધી રેમ અને 256GB સુધી સ્ટોરેજ ક્ષમતા આવશે.
ફોટોગ્રાફી માટે ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે, જેમાં 40 મેગાપિક્સલનો પ્રાઇમરી Sony IMX766V કેમેરા, 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ સેન્સર અને 2 મેગાપિક્સલનો પોટ્રેટ સેન્સર આવશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનની બેટરી 4400mAhની છે, જેની સાથે તમને 44 વોટ ફ્લેશ ચાર્જ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે. ફોનનું ડાયમેન્શન 160.1x75.39x7.55mm છે અને વજન 181 ગ્રામ છે.
Vivo X70 Proના ફીચર્સ
Vivo X70 Proના ઘણા ફીચર્સ વનિલા Vivo X70 સાથે મળતા આવે છે. આ પોન એક્સિનોસ 1080 પ્રોસેસરથી સજ્જ છે, જેની સાથે ARM G78 GPU, 12GB સુધીની રેમ અને 512GB સુધીની સ્ટોરેજ મળશે. ફોટોગ્રાફી માટે ફોનમાં ક્વોડ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા સાથે જ તેમાં બબે 12 મેગાપિક્સલના સેન્સર અને 8 મેગાપિક્સલનો પેરિસ્કોપ સેન્સર આપ્યો છે. ફોનની બેટરી 4450 mAh છે, જેની સાથે તમને 44 વોટ ફ્લેશ ચાર્જ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે. ફોનનું ડાયમેન્શન 158.3x73.21x7.99mm અને વજન 185 ગ્રામ છે.
Vivo X70 Pro+ના ફીચર્સ
Vivo X70 Pro+ના પણ ઘણા ફીચર્સ Vivo X70 Pro સાથે મળતા આવે છે. આ ફોન 6.78-ઇંચ અલ્ટ્રા-એચડી+(1440x3200px) AMOLED ડિસ્પ્લે ધરાવે છે, જે 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ અને 20:9 આસ્પેક્ટ રેશિયો સાથે આવશે. આ સિવાય આ ફોન સ્નેપડ્રેગન 888 પ્લસ પ્રોસેસરથી સજ્જ છે, જેની સાથે Adreno 660 GPU, 12GB રેમ અને 512GB સુધીની સ્ટોરેજ આવશે.