Home /News /tech /Vivoના પહેલા ફોલ્ડેબલ ફોન Vivo X Foldની કિંમત થઈ ગઈ લીક! ફોટોઝ પણ આવ્યા સામે
Vivoના પહેલા ફોલ્ડેબલ ફોન Vivo X Foldની કિંમત થઈ ગઈ લીક! ફોટોઝ પણ આવ્યા સામે
Vivo X Foldના ફોટોઝ લીક થઈ ગયા છે. (Photo: Mukul Sharma/Twitter)
Vivo X Fold: રિપોર્ટ અનુસાર, Vivo X Foldને બ્લુ અને ગ્રે કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવશે. જ્યાં સુધી સ્પેસિફિકેશન્સની વાત છે, તો આ વીવો ફોનની આઉટર સ્ક્રીન 6.53-ઇંચની હશે અને તેનો આસ્પેક્ટ રેશિયો 21:9 હશે.
Vivo X Fold Price: વીવો (Vivo)ના પહેલા ફોલ્ડેબલ સ્માર્ટફોન Vivo X Foldની તસવીરો અને કિંમત ઓનલાઈન લીક થઈ ગઈ છે. આ ફોટોઝ ટ્વિટર પર બે અલગ-અલગ ટિપ્સ્ટર્સ દ્વારા શેર કરવામાં આવ્યા છે. વીવો એક્સ Fold એ કંપનીની પ્રથમ ફોલ્ડેબલ ઓફર છે અને તે 11 એપ્રિલે લોન્ચ થશે. ફોન 6.5 ઇંચ AMOLED પ્રાઇમરી ડિસ્પ્લે અને 8 ઇંચ ફોલ્ડેબલ AMOLED પેનલ સાથે આવવાની અપેક્ષા છે. તે ક્વોડ રિયર કેમેરા સેટઅપ અને 4,600mAh બેટરી સાથે આવી શકે છે. આ વચ્ચે હવે Weibo પર સ્માર્ટફોનની કિંમત લીક થઈ ગઈ છે. વીવો X ફોલ્ડ ઇમેજનો પ્રથમ સેટ MySmartPriceથી આવે છે જેણે ઇમેજને ઓનલાઇન શેર કરવા માટે ટિપસ્ટર ઇશાન અગ્રવાલ સાથે કોલાબરેશન કર્યું.
રિપોર્ટ અનુસાર, Vivo X Foldને બ્લુ અને ગ્રે કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવશે. જ્યાં સુધી સ્પેસિફિકેશન્સની વાત છે, MySmartPrice એ અગ્રવાલને ટાંકીને કહ્યું કે વીવો ફોનની આઉટર સ્ક્રીન 6.53-ઇંચની હશે અને તેનો આસ્પેક્ટ રેશિયો 21:9 હશે. તેમનું એવું પણ કહેવું છે કે ફોલ્ડેબલ AMOLED ડિસ્પ્લેનું કદ 8.03 ઇંચ છે અને તેનો આસ્પેક્ટ રેશિયો 4:3.5 છે.
આ ઉપરાંત, ફોલ્ડેબલ AMOLED ડિસ્પ્લેની સાઇઝ 8.03 ઇંચ છે અને તેનો આસ્પેક્ટ રેશિયો 4:3.5 છે. વીવો X ફોલ્ડને ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જેન 1 SoC આપવામાં આવશે, જેને 256GB UFS 3.1 સ્ટોરેજ અને 12GB રેમ સાથે રજૂ કરી શકાય છે.
ફોનમાં 66W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 50W વાયરલેસ ચાર્જિંગના સપોર્ટ સાથે 4,600mAhની બેટરી આપી શકાય છે.
કેમેરાની વાત કરીએ તો વીવો X ફોલ્ડ ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં ક્વોડ-કેમેરા સિસ્ટમ સાથે એક સર્ક્યુલર કેમેરા મોડ્યુલ હોવાની શક્યતા છે. કેમેરામાં એફ/1.75 લેન્સ સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર, 48 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કેમેરા, 12 મેગાપિક્સલનો પોટ્રેટ કેમેરા અને 5X ઓપ્ટિકલ ઝૂમ સાથે 8 મેગાપિક્સલનો પેરિસ્કોપ કેમેરા હોઈ શકે છે અને 60x સુધી ડિજિટલ ઝૂમ થઈ શકે છે.
સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે, ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ શૂટર હોવાનું કહેવાય છે. બંને સ્ક્રીનને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર સાથે તૈયાર કરવામાં આવી છે.
જાણો કેટલી હશે કિંમત
વીબોનો હવાલો આપીને મુકુલ શર્માએ એ વેરિયન્ટની કિંમતો વિશે પણ માહિતી શેર કરી છે જેને Vivo X Fold રજૂ કરવાનું છે. શર્માએ ફોટો સાથે ફુલ સ્પેસિફિકેશન્સ પણ શેર કર્યા છે. કહેવાય છે કે વીવો એક્સ ફોલ્ડ સ્માર્ટફોનના બેઝ વેરિઅન્ટની કિંમત CNY 11,999 (અંદાજે 1,43,100 રૂપિયા)થી શરૂ થાય છે અને ટોપ વેરિઅન્ટને CNY 12,999 (અંદાજે 1,55,000 રૂપિયા)માં ઉપલબ્ધ કરાવી શકાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર