Vivo લોન્ચ કરશે 2 બજેટ સ્માર્ટફોન, જાણો શું હશે ખાસ?

Vivo લોન્ચ કરશે 2 બજેટ સ્માર્ટફોન

વિવો ટૂંક સમયમાં તેના બે બજેટ સ્માર્ટફોન Vivo 1902 અને Vivo 1901 લોન્ચ કરશે

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: વધતાં સ્માર્ટફોનના ક્રેઝને ધ્યાનમાં રાખીને હેન્ડસેટ નિર્માતા કંપનીઓ એકથી એક ચઢિયાતા સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. આવામાં ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની વિવો ટૂંક સમયમાં તેના બે બજેટ સ્માર્ટફોન Vivo 1902 અને Vivo 1901 લોન્ચ કરશે. જેને બેંચમાર્કિંગ વેબસાઇટ ગીકબેંચ પર સ્પોટ કરવામાં આવ્યું છે. ત્યાં જ આ બન્ને સ્માર્ટફોનના સ્પેસિફિકેશન અંગે પણ માહિતી મળી છે.

    Vivo 1902 અને Vivo 1901નું સ્પેસિફિકેશન

    માહિતી અનુસાર, Vivo 1902માં ઓક્ટાકોર મીડિયાટેક MT6765 પ્રોસેસર હોઇ શકે છે. ત્યાં જ 1901માં MT6762V/CA પ્રોસેસર હોઇ શકે છે. આશા છે કે, આ સ્માર્ટફોન Y અથવા V સીરિઝનો હોઇ શકે છે. ઉપરાંત આ બન્ને સ્માર્ટફોન એન્ડ્રોઇડ પાઇ 9.0 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. સાથે આ બન્ને સ્માર્ટફોન કંપની 2GB RAM સાથે લોન્ચ કરી શકે છે.

    ઉલ્લેખનીય છે કે, હાલમાં જ Vivoએ સ્માર્ટફોન Vivo V15 Pro લોન્ચ કર્યો હતો. આ ફોન Vivo NEX બાદ બીજો એવો ફોન છે જેમાં Pop-up Selfie કેમેરા છે. આ ફોનમાં 6.39 ઇંચની ફુલ એચડી+સુપર AMOLED અલ્ટ્રા ફુલવ્યૂ ડિસ્પ્લે છે. ઉપરાંત આ ફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 675 પ્રોસેસરથી પાવર્ડ છે. તે 6GB RAM અને 128GB સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: Xiaomiના આ સ્માર્ટફોન પર મળશે 5000 રુપિયાનું ડિસ્કાઉન્ટ

    કેમેરાની વાત કરીએ તો આમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. જેનું પહેલું સેન્સર 48 મેગાપિક્સલ, બીજું 8 મેગાપિક્સલ અને ત્રીજું 5 મેગાપિક્સલ છે. ડાર્ક લાઇટમાં ફોટોગ્રાફી માટે આમાં સુપર નાઇટ મોડ ફીચર મળશે. સેલ્ફી માટે આમાં 32 મેગાપિક્સલનો પોપ અપ સેલ્ફી કેમેરા છે.

    સિક્યોરિટી માટે આ ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે, ફોન માત્ર 0.37 સેકન્ડમાં અનલોક થઇ જશે. ઉપરાંત આમાં ફેસ અનલોક ફીચર પણ છે. તેને લઇને કંપનીનો દાવો છે કે, ફોન માત્ર 0.55 સેકન્ડમાં અનલોક થઇ જશે. ફોનને રુબી રેડ અને ટોપાજ બ્લુ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
    Published by:Azhar Patangwala
    First published: