Home /News /tech /શાઓમી 11i HyperCharge કે Vivo V23, જાણો ક્યો સ્માર્ટફોન છે બેસ્ટ
શાઓમી 11i HyperCharge કે Vivo V23, જાણો ક્યો સ્માર્ટફોન છે બેસ્ટ
Xiaomi 11i હાઇપરચાર્જ અને Vivo V23 Dimesity 920 ચિપસેટથી સજ્જ છે (પ્રતિકાત્મક તસવીર)
Vivo V23 vs Xiaomi 11i HyperCharge : Xiaomi 11i હાઇપરચાર્જને 120Hz રિફ્રેશ રેટ સાથે 6.67-ઇંચ AMOLED પેનલથી સજ્જ છે. બીજી તરફ, Vivo V23 90Hz રિફ્રેશ રેટ સાથે 6.44 ઇંચની AMOLED ડિસ્પ્લે સાથે આવે છે
Xiaomi 11i હાઇપરચાર્જ (11i HyperCharge)ને ભારતના સૌથી ઝડપી ચાર્જિંગ ફોન (Fast Charging Phone) તરીકે 120W સુધીના ચાર્જિંગ માટે સપોર્ટ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન રીબ્રાન્ડેડ Redmi Note 11 Pro+ છે, જે ગયા વર્ષે ચીનમાં લૉન્ચ થયો હતો. 6GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટવાળા ફોનની કિંમત 26,999 રૂપિયાથી શરૂ થાય છે. જો કે, Xiaomi 11i હાઇપરચાર્જનું 8GB RAM અને 128GB સ્ટોરેજ મૉડલ રૂ. 28,999માં ઉપલબ્ધ છે, જેની રૂ. 29,990ની કિંમતના Vivo V23 5Gથી થોડી ઓછી કિંમત છે. પરંતુ આ બંને પૈકી ક્યો ફોન શ્રેષ્ઠ છે, તે જાણવા માટે અમે તમને અહીં બંને ફોનના ફીચર્સ (Features), કિંમત (Price) વગેરે બાબતો વચ્ચેનો તફાવત જણાવવા જઇ રહ્યા છીએ.
Xiaomi 11i હાઇપરચાર્જ અને Vivo V23 Dimesity 920 ચિપસેટથી સજ્જ છે. આ બંને ડિવાઇસમાં AMOLED ડિસ્પ્લે છે, પરંતુ Xiaomiના ફોનમાં 120Hzથી વધુ રિફ્રેશ રેટ છે. આ ઉપરાંત Xiaomi 11i હાઇપરચાર્જમાં 108-મેગાપિક્સલનો પ્રાઇમરી કૅમેરો છે, જ્યારે Vivo V23માં 64-મેગાપિક્સલનો પ્રાઇમરી કૅમેરો છે. વધુમાં આ બંને ફોન 5Gથી સજ્જ છે.
શાઓમી 11i HyperCharge Vs વીવો V23
ડાઇમેન્શન - Xiaomi 11i હાઇપરચાર્જની સાઇઝ 163.7 x 76.2 x 8.3 mm છે અને તેનું વજન 204 ગ્રામ છે. જ્યારે Vivo V23ની સાઇઝ 157.2 x 72.4 x 7.4 છે અને તેનું વજન 181 ગ્રામ છે.
ડિસ્પ્લે - Xiaomi 11i હાઇપરચાર્જને 120Hz રિફ્રેશ રેટ સાથે 6.67-ઇંચ AMOLED પેનલથી સજ્જ છે. બીજી તરફ, Vivo V23 90Hz રિફ્રેશ રેટ સાથે 6.44 ઇંચની AMOLED ડિસ્પ્લે સાથે આવે છે.
પ્રોસેસર - આ બંને સ્માર્ટફોન ડાયમેન્સિટી 920 ચિપસેટ દ્વારા સંચાલિત છે. જે એક ઓક્ટા-કોર ચિપસેટ છે જે 2.5GHz પર ક્લોક કરેલું છે અને Mali-G68 MC4 GPU સાથે જોડાયેલું છે.
રેમ - Xiaomi 11i હાઇપરચાર્જ 6GB અને 8GB વેરિએન્ટમાં ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે Vivo V23 Pro 8GB અને 12GB વેરિઅન્ટમાં આવે છે.
ઇન્ટર્નલ સ્ટોરેજ - Xiaomi 11i હાઇપરચાર્જમાં સિંગલ 128GB સ્ટોરેજ મોડલ છે. બીજી તરફ, Vivo V23 ને 128GB અને 256GB સ્ટોરેજ ઓપ્શન મળે છે.
રીઅર કેમેરા - Xiaomi 11i હાઇપરચાર્જમાં ટ્રિપલ રીઅર કેમેરા સિસ્ટમ છે, જેમાં 108-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ લેન્સ અને 2-મેગાપિક્સલનો મેક્રો સેન્સર છે. એ જ રીતે, Vivo V23 કુલ ત્રણ કેમેરાથી સજ્જ છે, જેમાં 64-મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર, 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ લેન્સ અને 2-મેગાપિક્સલનો મેક્રો લેન્સનો સમાવેશ થાય છે.
ફ્રન્ટ કેમેરા - Xiaomi 11i હાઇપરચાર્જને 16-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા મળે છે. રસપ્રદ વાત એ છે કે, Vivo V23માં ડ્યુઅલ ફ્રન્ટ-ફેસિંગ કેમેરા છે, જેમાં 50-મેગાપિક્સલ સેન્સર અને 5-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ લેન્સનો સમાવેશ થાય છે.
સોફ્ટવેર - Xiaomi 11i હાઇપરચાર્જ ટોચ પર MIUI 12.5 સાથે Android 11 પર કામ કરે છે. જ્યારે Vivo V23 ટોચ પર Funtouch OS 12 સાથે Android 12 પર કામ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર