દિવાળીમાં નવો ફોન ખરીદવાનું વિચારો છો? Vivo V20 SE ભારતમાં લોન્ચ, જાણો કિંમત, સ્પેસિફિકેશન્સ અને ફિચર્સ

દિવાળીમાં નવો ફોન ખરીદવાનું વિચારો છો? Vivo V20 SE ભારતમાં લોન્ચ, જાણો કિંમત, સ્પેસિફિકેશન્સ અને ફિચર્સ
ફાઈલ તસવીર

Vivo V20 SEમાં ત્રણ રિયર કેમેરા આપવામાં આવ્યા છે. સેલ્ફી માટે આ ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

  • Share this:
    નવી દિલ્હીઃ દિવાળીના તહેવારને (Diwali 2020) આડે થોડા જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે લોકો કપડાથી લઈને તમામ જરૂરી વસ્તુઓની ખરીદીમાં (Diwali shopping) લાગી ગયા છે. ત્યારે કેટલાક લોકો મોબાઈલ ફોન (Mobile phone) જેવી ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓની પણ ખરીદી કરતા હોય છે. જો તમે દિવાળીમાં નવો ફોન લેવાનું વિચાર રહ્યા છો તો ઓછા બજેટમાં સારો ફોન Vivoએ ભારતમાં લોન્ચ કર્યો છે. Vivoએ ભારતમાં Vivo V20 SE (Special Edition) લોન્ચ કર્યો છે. તાજેતરમાં કંપનીએ ભારતમાં ગ્રેડિએટ ડિઝાઈન સાથે Vivo V20 કર્યો હતો.

    Vivo V20 SE એક મિડ રેન્જ સ્માર્ટપોન છે. આની કિંમત 20,990 રૂપિયા રાખવામાં આવી છે. આ કિંમત ઉપર તમને 8GB રેમ સાથે 128 GB સ્ટોરેજ વેરિએન્ટ મળશે.



    Vivo V20 SE બે કલર વેરિએન્ટ્સ
    Vivo V20 SE બે કલરમાં એક્કામરીન ગ્રીન અને ગ્રેવિટી બ્લેક છે. આ સ્માર્ટપોનું વેચાણ મંગળવારથી એટલે કે 3 નવેમ્બરથી શરુ થઈ જશે. આ ફોનને વીવોના ઈ સ્ટોર સહિત ઈ કોમર્સ વેબાઈટથી ખરીદી શકાશે.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ ACBના હાથે ઝડપાયો લાંચિયો ACB અધિકારી, મામલતદાર વિરુદ્ધની અરજીમાં રૂ.10 લાખમાં તપાવટ કરવા જતા ભરાયો

    Vivo V20 SE સ્પેસિફિકેશન્સ અને ફિચર્સ
    Vivo V20 SE માં 6.44 ઈંચની ફૂલ એચડી પ્લ AMOLED ડિસ્લ્પે આપવામાં આવી છે. એસ્પેક્ટર રેશ્યો 20:9ની છે. આ ફોનમાં Qualcomm Snapdragon 665 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

    આ પણ વાંચોઃ-જૂનાગઢઃ ગિરનાર રોપ-વેમાંથી પ્રવાસીઓને જોવા મળ્યા સિંહ, પોતાની મસ્તીમાં હતા સિંહ, જૂઓ અદભૂત video

    Vivo V20 SEમાં Android 10 બેસ્ડ Funtouch OS આપવામાં આવ્યું છે. જોકે, Vivo V20ને કંપનીએ Android 11 સાથે લોન્ચ કર્યો હતો. આ ફોનમાં પણ કંપની Android 11 આપતી તો સારું થાત.

    આ પણ વાંચોઃ-કચ્છઃ 21 મૃત સાંઢા સાથે મહિલા સહિત ત્રણ શિકારી ઝડપાયા, યૌન શક્તિવર્ધક તરીકે સાંઢાના તેલની બોલબાલા?

    Vivo V20 SEમાં ત્રણ રિયર કેમેરા આપવામાં આવ્યા છે. પ્રાઈમરી કેમેરા 48 મેગાપિક્સલનો છે. બીજો 8 મેગાપિક્સલનો છે. ત્રીજો કેમેરા 3 મેગાપિક્સલનો છે. મેક્રો અને ડેપ્લ કેમેરા છે. સેલ્ફી માટે આ ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.



    Vivo V20 SEમાં અંડર ડિસ્લ્પે ફિંગરપ્રિન્ટ સ્કેનર છે અને કનેક્ટિવિટી માટે USB Type Cનો સપોર્ટ છે. આ ઉપરાંત Bluetooth 5.0, GPS, FM Radio જેવા સ્ટાન્ડર્ડ ફિચર્સ આપવામાં આવ્યા છે.
    Published by:ankit patel
    First published:November 02, 2020, 14:36 pm

    टॉप स्टोरीज