મુંબઈઃ સ્માર્ટફોન (Smartphone) બનાવનારી કંપની વીવો (Vivo)એ આ મહિનાની શરૂઆતમાં વીવો V20 SE લૉન્ચ કર્યો છે. તે સમયે ફોનને બે કલર વેરિયન્ટ ગ્રેવિટી બ્લેક (Gravity Black) અને એક્વામરીન ગ્રીન (Aquamarine Green) કલર વેરિયન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. તેમાંથી ગ્રેવિટી બ્લેક 3 નવેમ્બરથી સેલ માટે ઉપલબ્ધ થઈ ગયો છે અને હવે કંપનીએ જાહેરાત કરી છે કે એક્વામરીન ગ્રીનને પણ ઉપલબ્ધ કરી દીધો છે.
કંપનીએ જણાવ્યું કે, આ Aquamarine Greenને વીવો ઇ-સ્ટોર, ઓનલાઇન કોમર્સ વેબસાઇટ્સ અને ઓફલાઇન રિટેલ સ્ટોર્સથી ખરીદી શકાય છે. કંપનીએ ફોનની કિંમત 20,990 રૂપિયા રાખી છે, જે તેના 8GB RAM, 128GB સ્ટોરેજ માટે છે. સારી વાત એ છે કે કંપનીએ કેટલીક ઓફર્સની પણ જાહેરાત કરી છે.
આ સ્માર્ટફોન ખરીદનારા ગ્રાહકો માટે ખાસ ઓફર્સ...
>> ખરીદવાની તારીખથી 6 મહિનાની અંદર One-time screen replacement ઓફર આપવામાં આવશે. >> ICICI બેંકના ક્રેડિટ કાર્ડ રેગ્યૂલર અને ક્રેડિટ કાર્ડ EMI ટ્રાન્ઝેક્શન પર ફ્લેટ 10%નું કેશબેક મળશે. >> Kotak Mahindra બેંકના ક્રેડિટ કાર્ડ રેગ્યૂલર અને ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ EMI ટ્રાન્ઝેક્શન પર ફ્લેટ 10%નું કેશબેક મળશે. >> Bank of Baroda બેંકના ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ EMI ટ્રાન્ઝેક્શન પર ફ્લેટ 10 ટકનું કેશબેક મળશે. >> આ ઉપરાંત ફોનની ખરીદી પર Federal Bankની ઓફર પણ આપવામાં આવી રહી છે. સાથોસાથ તેની પર એક્સચેન્જ બોનસ અને વોડાફોનની 12 મહિનાની એક્સટેન્ડેડ વોરન્ટી પણ મળી રહી છે.
Vivo V20 SEમાં 6.44 ઇંચની ફુલ એચડી પ્લસ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. એક્સ્પેક્ટ રેશિયો 20:9 નો છે. આ ફોનમાં Qualcomm Snapdragon 665 પ્રોસેસર આપવામાં આવ્યું છે. Vivo V20 SE ફોન એન્ડ્રોઇડ આધારિત Funtouch OS 11 પર ચાલે છે.
કેમેરાની વાત કરીએ તો Vivo V20 SEના બેકમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર, 2 મેગાપિક્સલનો સેન્સર (Bokeh કેમેરા) અને 8 મેગાપિક્સલનો વાઇડ એન્ગલ સેન્સર આપવામાં આવ્યો છે. ફોનના ફ્રન્ટમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવે છે. પાવર માટે Vivo V20 SEમાં 4,100mAhની બેટરી આપવામાં આવી છે, જે 33Wના ફ્લેશ ચાર્જની સાથે આવે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર