ભારતમાં માત્ર આટલી કિંમતમાં લોન્ચ થયો 6 કેમેરાવાળો Vivo V19, શાનદાર છે ફિચર્સ

ભારતમાં માત્ર આટલી કિંમતમાં લોન્ચ થયો 6 કેમેરાવાળો Vivo V19, શાનદાર છે ફિચર્સ
વીવો વી19 સ્માર્ટફોન

વીવોનો દાવો છે કે, ઈન-બોક્સ ચાર્ડરનો ઉપયોગ કરીને વીવો વી19 40 મિનીટમાં 0થી 70 ટકા ચાર્જ થઈ જશે.

 • Share this:
  વીવો (Vivo)એ આખરે પોતાનો નવો શાનદાર સ્માર્ટફોન Vivo V19 લોન્ચ કરી દીધો છે. આ ફોનની સૌથી ખાસ વાત એ છે કે, તેમાં રહેલા ડુઅલ પંચ હોલ (Dal punch hole selfie) સેલ્ફી કેમેરા, ક્વાડ રિયર કેમેરા અને શાનદાર બેટરી છે. વીવો વી19ને બે સ્ટોરેજ મોડલ - 8GB+128GB અને 8GB+256GB વોરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. કંપનીએ 8GB+128GB વોરિઅન્ટ 27,990 અને બીજો 8GB+256GBની કિંમત 31,990 રૂપિયા રાખી છે.

  આ ફોન બે કલર ઓપ્શન પિયાનો બ્લેક અને મિસ્ટિક સિલ્વરમાં મળશે. ફોનની પહેલી સેલ વીવો ઈ-સ્ટોર, ફ્લિપકાર્ટ, અમેજન પર 15 મેના રોજ રાખવામાં આવી છે. તો જોઈએ કેવા છે વીવો19ના ફિચર્સ  Vivo V19ના ખાસ ફિચર્સ

  4 કેમેરાવાળો Vivo V19 કંપનીનો પહેલો સ્માર્ટફોન છે જેમાં પંચ હોલ ડિસપ્લે આપવામાં આવી છે. તેમાં 6.44 ઈંચની ફઊળ એચડી + ડિસપ્લે છે, જેની સ્ક્રિન રેઝોલ્યૂશન 1080x2400 પિક્સલ અને તેનો એસ્પેક્ટ રેશિયો 19:5:9 છે. સ્ક્રિન પર Corning Gorilla ગ્લાસ 6ની પ્રોટક્શન આપવામાં આવી છે. જે સ્ક્રેચથી બચાવવામાં મદદ કરે છે.

  આ સ્માર્ટફોન Qualcomm Snapdragon 712 ચિપસેટ પર કામ કરે છે, અને તેમાં આપવામાં આવેલ સ્ટોરેજને માઈક્રોએસડી કાર્ડની મદદથી વધારવામાં આવી શકે છે. આ ફોન એન્ડ્રોયડ 10-based Funtouch OS 10 પર કામ કરે છે. સિક્યોરિટી માટે યૂઝર્સને ફોનમાં ઈન-ડિસપ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક જેવા ફિચર્સ પણ મળશે.

  ફોનમાં કુલ 6 કેમેરા

  કેમેરાની વાત કીરએ તો, Vivo V19માં ક્વોડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. તેમાં 48 મેગાપિક્સલની પ્રાઈમરી સેન્સર છે, જ્યારે 8 મેગાપિક્સલનો વ્હાઈડ એન્ગલ કેમેરા, 2 મેગાપિક્સલનો બુકે ઈફેક્ટ અને 2 મેગાપિક્સલનો મૈક્રો લેન્સ છે. ફોનના ફ્રન્ટમાં સેલ્ફી માટે 32 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 8 મેગાપિકસલનો વ્હાઈડ એન્ગલ કેમેરા છે. ફોનના ફ્રન્ટ અને બેક બંને કેમેરામાં સુપર નાઈટ મોડ અને અલ્ટ્રા સ્ટેબલ વીડિયો સપોર્ટ આપવામાં આવ્યું છે.

  પાવર માટે Vivo V19માં 4,500mAhની બેટરી આપવામાં આવી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. વીવોનો દાવો છે કે, ઈન-બોક્સ ચાર્ડરનો ઉપયોગ કરીને વીવો વી19 40 મિનીટમાં 0થી 70 ટકા ચાર્જ થઈ જશે.
  Published by:News18 Gujarati
  First published:May 12, 2020, 17:03 pm

  ટૉપ ન્યૂઝ