25MP સેલ્ફી કેમેરા સાથે Vivo V11 Pro લોન્ચ

Vivo-V11

  • Share this:
    ચીની સ્માર્ટફોન મેકર વીવોએ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન V11 Proને લોન્ચ કરી દીધો છે. કંપનીએ આ નવા સ્માર્ટફોનની કિંમત 25,990 રૂપિયા રાખી છે. V11 Pro ભારતમાં હાલમાં સૌથી સસ્તો સ્માર્ટફોન છે જેમાં ઈન-ડિસ્પેલે ફિંગરપ્રિન્ટ સ્કૈનર આપવામાં આવ્યો છે. ગ્રાહકોને આ સ્માર્ટફોન ડેઝલિંગ ગોલ્ડ અને સ્ટોરી નાઈટ બ્લેક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે. આ સ્માર્ટફોનને ઓનલાઈન અને ઓફલાઈન રિટેલ સ્ટોર્સથી સેલ કરવામાં આવશે.

    V11 Pro માટે પ્રી-બુકિંગ આજથી જ શરૂ કરી દેવામાં આવ્યો છે. જોકે, આના વેચાણ 12 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. લોન્ચ ઓફર્સની વાત કરીએ તો HDFC કાર્ડસ્ દ્વારા પૈસા ચૂકવણી કરવા પર ગ્રાહકોને 2000 રૂપિયાનું કેશબેક આપવામો આવ્યો છે. સાથે જ 4,050 રૂપિયાની વૈલ્યૂના ફાયદા રિલાયન્સ જિયો તરફથી મળશે અને વન-ટાઈમ સ્ક્રીન રિપ્લેસમેન્ટની ઓફર પણ ગ્રાહકને મળશે.

    ViVo V11 Pro સ્પેસિફિકેશન્સ

    ડ્યુઅલ-સિમ (નેનો) સપોર્ટવાળા Vivo V11 Pro એન્ડ્રોઈડ 8.1 ઓરિયો બેસ્ડ FunTouch OS 4.4 પર ચાલે છે અને આમાં 19.5:9 રેશ્યો સાથે 6.41 ઈંચ ફુલ HD + (1080X2340 પિક્સલ) હાલો ફુલવ્યૂ 3.0 સુપર AMOLED ડિસ્પલે આપવાામં આવી છે. આ સ્માર્ટફોનમાં 6GB રેમ અને Adreno 512 GPU સાથે ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નૈપડ્રેગન 660 આપવામાં આવ્યો છે.

    ફોટોગ્રાફીના સેક્શનની વાત કરીએ તો આમાં સ્માર્ટફોનના રિયરમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આનો પ્રાઈમરી કેમેરો 12 મેગાપિક્સલ અને સેકેન્ડરી કેમેરો 5 એમપીનો છે. સાથે જ આમાં LED ફ્લેશ અને ફાસ્ટ ફોક્સ અને શાનદાર લો-લાઈટ ફોટોગ્રાફી માટે ડ્યુઅલ પિક્સલ ટેકનોલોજી આપવામાં આવી છે. આના ફ્રન્ટ કેમેરાની વાત કરીએ તો આ AI ફિચર્સ અને AR સ્ટીકર સાથે 25 એમપીનો કેમેરો આપવામાં આવ્યો છે.

    V11 Proની ઈન્ટરનલ મેમોરી 64GBની છે જેને કાર્ડની મદદથી 256GB સુધી વધારી શકાય છે. ક્નેક્ટિવિટીના કારણે આમાં 4G VoLTE, ડ્યુઅલ-બેન્ડ (2.4GHz और 5GHz) Wi-Fi,બ્લૂટૂથ v4.2, GPS/ A-GPS, માઈક્રો-USB અને OTG અને એક 3.5mm ઓડિયો જેકનો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની બેટરી 3,400mAhની છે, આ મોબાઈલનો વજન 156 ગ્રામ છે.
    Published by:Mujahid Tunvar
    First published: