6.2 ઇંચ ડિસ્પ્લે અને ડ્યુઅલ કેમેરા સેટઅપ સાથે લોન્ચ થયો Vivo U1

Vivoએ આજે ચીનમાં તેનો નવો સ્માર્ટફોન Vivo U1 લોન્ચ કર્યો છે

આ ફોનમાં 6.2 ઇંચની ફુલવ્યૂ LCD ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1520×720 પિકસલ્સ છે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: Vivoએ આજે ચીનમાં તેનો નવો સ્માર્ટફોન Vivo U1 લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન વોટરડ્રોપ સ્ટાઇલ નોચ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનની કિંમત 799 યુઆન એટલે લગભગ 8400 રુપિયા છે. આ ફોનને મિડનાઇટ બ્લેક, પર્પલ અને ઓરોરા રેડ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

  આ ફોનમાં 6.2 ઇંચની ફુલવ્યૂ LCD ડિસ્પ્લે છે. જેનું રિઝોલ્યુશન 1520×720 પિકસલ્સ છે. ડિસ્પ્લેમાં ચારે બાજુ સ્લિમ બેઝલ્સ છે. Vivo U1ની સ્ક્રીન ટુ બોડી રેશિયો 88.6% છે.

  સેલ્ફી માટે 8 MP કેમેરા

  કેમેરાની વાત કરીએ તો આમાં 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. જેનો અપર્ચર f/2.0 છે. આ ઉપરાંત તેમાં 12+2 મેગાપિક્સલનો ડ્યુઅલ ડિયર કેમેરા સેટઅપ છે. જેનો અપર્ચર f/2.0 અને f/2.2 છે. કેમેરામાં panorama, beauty mode, portrait mode અને AR stickers ફીચર મળશે.

  આ પણ વાંચો: OnePlus 7નો ફર્સ્ટ લૂક આવ્યો સામે, જુઓ Video

  સિક્યોરિટી માટે ફોનમાં ફેસ અનલોક અને ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આ ફોનમાં Android 8.1 Oreo ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ ફોન ભારતમાં ક્યારે લોન્ચ થશે તેની કોઇ જાણકારી કંપનીએ આપી નથી.
  Published by:Azhar Patangwala
  First published: