Home /News /tech /Best Offer: બહુ સસ્તી કિંમતમાં મળી રહ્યો છે 8GB RAM વાળો Vivo નો લેટેસ્ટ સ્માર્ટફોન, મળશે 66W ફ્લેશચાર્જિંગ
Best Offer: બહુ સસ્તી કિંમતમાં મળી રહ્યો છે 8GB RAM વાળો Vivo નો લેટેસ્ટ સ્માર્ટફોન, મળશે 66W ફ્લેશચાર્જિંગ
Vivo T1 Pro 5G પર જોરદાર ડીલ અને ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
Vivo Turbo Carnival Sale: ખાસ વાત એ છે કે ગ્રાહકોને લેટેસ્ટ ફોન Vivo T1 Pro 5G પર જોરદાર ડીલ અને ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ફોન એન્ડ્રોઇડ 12 ફનટચ OS 12 સ્કિન સાથે ટોપ પર કામ કરે છે. વીવો ટી1 પ્રો 5G માં Z-એક્સિસ લિનિયર મોટર, અલ્ટ્રા ગેમ મોડ અને 4D ગેમ વાઇબ્રેશન પણ સામેલ છે.
Vivo Turbo Carnival Sale: ફ્લિપકાર્ટ (Flipkart) પર ચાલી રહેલો ટર્બો કાર્નિવલ સેલ (Turbo Carnival Sale) ખતમ થવામાં હવે માત્ર એક જ દિવસ બાકી છે, અને સેલમાં ખાસ કરીને વીવોની T સિરીઝ પર ઓફર રજૂ કરવામાં આવી છે. એવામાં જો તમે હજુ સુધી ફોન પર ડિસ્કાઉન્ટનો ફાયદો નથી ઉઠાવ્યો, તો ગ્રાહકો માટે 16 મે સુધી જ મોકો છે. સેલમાં મળતી ઓફરની વાત કરીએ તો અહીંથી ગ્રાહક લેટેસ્ટ ફોન Vivo T1 Pro 5G ને ઓછી કિંમતમાં ખરીદી શકે છે.
જણાવી દઇએ કે ભારતમાં વીવો ટી1 પ્રો 5Gની કિંમત 6GB/128GB વેરિયન્ટ માટે 23,999 રૂપિયા છે, જ્યારે 8GB/128GB વેરિયન્ટની કિંમત 24,999 રૂપિયા રાખવામાં આવી છે. પરંતુ ખાસ વાત એ છે કે ગ્રાહકોને આ ફોન પર જોરદાર ડીલ અને ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સેલ પેજ પરથી મળતી જાણકારી મુજબ ગ્રાહકોને આ ફોન પર ફ્લેટ 2,500 રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે, જે એક્સચેન્જ ઓફર કે પ્રીપેડ દ્વારા મેળવી શકાય છે.
T1 Pro 5G માં 6.44-ઇંચ FHD+ AMOLED ડિસ્પ્લે સાથે વોટરડ્રોપ નોચ અને 90Hz રિફ્રેશ રેટ છે. Vivo T1 Pro 5G સ્નેપડ્રેગન 778G SoC થી સજ્જ છે, જે 8GB સુધીની રેમ સાથે ઓફર કરવામાં આવે છે. આ ફોન એન્ડ્રોઇડ 12 ફનટચ OS 12 સ્કિન સાથે ટોપ પર કામ કરે છે. વીવો ટી1 પ્રો 5G માં Z-એક્સિસ લિનિયર મોટર, અલ્ટ્રા ગેમ મોડ અને 4D ગેમ વાઇબ્રેશન પણ સામેલ છે.
મળશે 64 મેગાપિક્સલ કેમેરા
કેમેરા તરીકે, Vivo T1 Pro 5G માં 64 મેગાપિક્સલના પ્રાઇમરી સેન્સર સાથે ટ્રિપલ કેમેરા સેટઅપ મળે છે. બીજું, તેમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ લેન્સ અને 2 મેગાપિક્સલનો મેક્રો યુનિટ સામેલ છે.
પાવર માટે ફોનમાં 66W ફ્લેશચાર્જ સપોર્ટ સાથે 4,700mAh બેટરી આપવામાં આવી છે, જે 20 મિનિટથી ઓછા સમયમાં 50 ટકા સુધીની બેટરી લાઇફ આપે છે.
ફોનમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી શૂટર કેમેરા પણ છે. કનેક્ટિવિટી માટે, આ ફોનમાં 4G LTE, 5G, GPS, Bluetooth v5.2, Wi-Fi 6 વગેરેનો સમાવેશ થાય છે. આ ફોન ટર્બો બ્લેક અને ટર્બો સિયાન કલર ઓપ્શનમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર