Home /News /tech /Vivo Pad: માર્કેટમાં આવી રહ્યું છે ફાસ્ટ ચાર્જિંગ અને 8000mAh બેટરીવાળું Vivo Pad, જાણો ફીચર્સ

Vivo Pad: માર્કેટમાં આવી રહ્યું છે ફાસ્ટ ચાર્જિંગ અને 8000mAh બેટરીવાળું Vivo Pad, જાણો ફીચર્સ

વિવો ટેબલેટ (પ્રતીકાત્મક તસવીર)

Vivo Pad launch: ટિપસ્ટર મુજબ, વીવો પેડ ક્વોલકોમ સ્પ્રેડ્રેગન 870 (Qualcomm Snapdragon 870) ચિપસેટ દ્વારા ઓપરેટ થશે. વીવો પેડ શાનદાર ડિઝાઇન સાથે 120Hz ડિસ્પ્લે પેનલ હોઈ શકે છે.

નવી દિલ્હી: સ્માર્ટફોનની દુનિયામાં રોજ નવાં નવાં સ્માર્ટફોન માર્કેટમાં આવતા રહે છે, ગ્રાહકો પોતાની જરુરીયાત પ્રમાણે સ્માર્ટફોનની ધૂમ ખરીદી પણ કરતા હોય છે. ત્યારે વીવો (Vivo) હવે માર્કેટમાં સ્માર્ટફોનના માર્કેટમાં ધૂમ મચાવ્યા બાદ ટેબલેટની દુનિયામાં પણ એન્ટ્રી કરવા તૈયાર છે. વીવો પોતાનું પહેલું એન્ડ્રૉઇડ ટેબલેટ વીવો પૅડ (Vivo Pad) લૉન્ચ કરી રહ્યું છે. જેના માટે વીવોએ યુરોપિયન યુનિયન ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીઝ (EUIPO) સાથે "વીવો પે" રજીસ્ટ્રર્ડ કરાવ્યું હતું.

જૂનમાં થઈ શકે છે લોન્ચ

મળતી માહિતી પ્રમાણે, વીવો જૂન મહિનામાં પોતાના ટેબલેટને લોન્ચ કરી શકે છે, પરંતુ વીવો તરફથી આ બાબતે કોઇ જાણકારી આપવામાં આવી નથી. જોકે, સોશિયલ મીડિયામાં આ ટેબલેટ વિશેની માહિતી વાયરલ થઇ રહી છે. વીવો પેડના સ્પેસિફિકેશન ચાઇનીઝ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Weibo પર વાયરલ થયા છે.

Xiaomi Pad સાથે ટક્કર

વીવોના આ આવનારા ટેબલેટની માહિતી જેમ કે બેટરી, ડિસ્લેટ, પાવરિંગ ફીચર, પ્રોસેસર વગેરેની માહિતી પણ લીક થઇ રહી છે. વીવોના આ ટેબ્લેટમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરવા માટે ઘણા નવા ફીચર્સ જોવા મળશે. ટેક એક્સપર્ટનું કહેવું છે કે Vivo Padની ટક્કર Xiaomi Pad સાથે હોઈ શકે છે.

ફીચર્સ (Vivo Pad Features)

ટિપસ્ટર મુજબ, વીવો પેડ ક્વોલકોમ સ્પ્રેડ્રેગન 870 (Qualcomm Snapdragon 870) ચિપસેટ દ્વારા ઓપરેટ થશે. વીવો પેડ શાનદાર ડિઝાઇન સાથે 120Hz ડિસ્પ્લે પેનલ હોઈ શકે છે. આ ટેબલેટમાં 8000mAhની બેટરી સહિત 44W ફાસ્ટ ચાર્જિંગ ફીચર અને 5G નેટવર્ક સપોર્ટ પણ સાથે મળી શકે છે.

વીવોના ટેબ્લેટના બીજા ફીચર્સ જેમ કે કેમેરા,સ્ક્રિન વિશેની માહિતી હજુ સામે આવી નથી. આ ટેબ્લેટને LCD અથવા LED ડિસ્પ્લે પેનલમાં વાપરી શકાય છે. ડ્યુઅલ રિયર કેમેરા અને LED ફ્લેશ ફીચર પણ આ ટેબલેટમાં હોઇ શકે છે. આ ટેબ્લેટ ઓરિજિનઓએસ (OriginOS) આઉટ ઓફ દ બોક્સ પર કામ કરી શકે છે.

આ પણ વાંચો: 30 હજારથી પણ ઓછી કિંમતે ખરીદો લેટેસ્ટ ફીચરવાળા લેપટોપ, જુઓ યાદી

ટેબલેટની કિંમત

આ ટેબલેટની કિંમત ચીનમાં લગભગ 23,500 રૂપિયા હોઇ શકે છે. માર્કેટમાં ઘણી સ્માર્ટફોનની કંપનીઓ છે, જે આવા ટેબલેટ બનાવવા પર કામ કરી રહી છે. વીવોના સબ-બ્રાન્ડ iQOO પણ ટેબ્લેટ લોન્ચ કરી શકે છે. વનપ્લસ (OnePlus) અને ઓપ્પો (Oppo)એ વીવોની જેમ પોતાના ટેબલેટ ડિવાઇસના નામને ટ્રેડમાર્ક કર્યું હતું.
First published:

Tags: Gadgets, Vivo, મોબાઇલ, સ્માર્ટફોન