Home /News /tech /

Vivo T1 Pro પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, Flipkart પર છે સેલ, જાણો સંપૂર્ણ ઓફર

Vivo T1 Pro પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, Flipkart પર છે સેલ, જાણો સંપૂર્ણ ઓફર

ફ્લિપકાર્ટની સેલમાં આ ફોન પર આકર્ષક ઓફર્સ આપવામાં આવી રહી છે.

Vivo T1 Pro: Vivo T1 Pro 5G સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 778G પ્રોસેસર, 66W ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી અને 90Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ફોનને બે વેરિયન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.

    Vivo T1 Pro Sale on Flipkart: વીવો (Vivo)એ 4 મેના રોજ ભારતમાં બે નવા સ્માર્ટફોન Vivo T1 Pro અને Vivo T1 44W લોન્ચ કર્યા છે. Vivo T1 Pro 5G સ્માર્ટફોન હવે વેચાણ માટે ઉપલબ્ધ છે. આ ફોનનું વેચાણ ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ (Flipkart) પર થઈ રહ્યું છે. ફ્લિપકાર્ટ ઉપરાંત, આ ફોન વીવો ઈ-સ્ટોર અને દેશમાં અધિકૃત રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે.

    Vivo T1 Pro 5G સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 778G પ્રોસેસર, 66W ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી અને 90Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ફોનને બે વેરિયન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. 8GB રેમ અને 128GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 24,999 રૂપિયા છે અને 6GB રેમ અને 128GB સ્ટોરેજ વાળા વેરિયન્ટની કિંમત 23,999 રૂપિયા છે.

    આ પણ વાંચો: Jio નો જોરદાર પ્લાન! માત્ર આટલી કિંમતમાં દરરોજ મળશે 2GB ડેટા, ફ્રી કૉલિંગ અને Disney+ Hotstar

    Vivo T1 44W ત્રણ વેરિયન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. 4 જીબી રેમ સાથે 128 જીબી સ્ટોરેજની કિંમત 14,499 રૂપિયા, 6 જીબી રેમ સાથેના 128 જીબી સ્ટોરેજની કિંમત 15,999 રૂપિયા અને 8 જીબી રેમ સાથે 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજની કિંમત 17,999 રૂપિયા છે.

    ફ્લિપકાર્ટની સેલમાં બમ્પર ડિસ્કાઉન્ટ

    ફ્લિપકાર્ટની સેલમાં આ ફોન પર આકર્ષક ઓફર્સ આપવામાં આવી રહી છે. SBI ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરવા પર 1750 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. HDFC બેંક ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ વડે ટ્રાન્ઝેક્શન કરવા પર 2500 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે. SBI બેંકના ક્રેડિટ કાર્ડ પર 2500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તમે આ ફોનને 867 રૂપિયાના માસિક હપ્તા પર પણ ખરીદી શકો છો. એક્સચેન્જ ઓફરમાં આ ફોન પર 13,000 રૂપિયાની છૂટ મળી રહી છે.

    આ પણ વાંચો: WhatsApp પર ક્યારેય ન કરો આ ભૂલો, સરળતાથી બૅન થઈ શકે છે તમારું અકાઉન્ટ

    Vivo T1 Pro 5G ના સ્પેસિફિકેશન્સ

    Vivo T1 Pro 5G સ્માર્ટફોન ટર્બો બ્લેક અને ટર્બો સિયાન એમ બે કલરમાં ઉપલબ્ધ છે. ફોનમાં 1080×2404 પિક્સલ રેઝોલ્યુશન સાથે 6.44 ઇંચની ફુલ એચડી પ્લસ AMOLED ડિસ્પ્લે છે. ડિસ્પ્લે 90Hz ના રિફ્રેશ રેટ સાથે આવે છે. Vivo T1 Pro 5G માં ઝેડ-એક્સિસ લિનિયર મોટર, અલ્ટ્રા ગેમ મોડ અને 4D ગેમ વાઇબ્રેશન પણ સામેલ છે. ગેમિંગ માટે અલ્ટ્રા ગેમ મોડ અને Multi Turbo 5.5 પણ મળે છે.

    ફોટોગ્રાફી માટે Vivo T1 Pro 5Gમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. તેનો પ્રાઇમરી કેમેરા 64 મેગાપિક્સલનો છે. સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ લેન્સ અને 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર આપવામાં આવ્યો છે. ફોનના ફ્રન્ટમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી શૂટર કેમેરા છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: 5G Smartphone, Gadgets News, Gujarati tech news, Mobile and Technology, Smartphones, Vivo, Vivo Phone

    આગામી સમાચાર