Vivo T1 Pro 5G અને Vivo T1 44W આ દિવસે ભારતમાં આપશે દસ્તક, ખાસ ફીચર્સ થઈ ગયા કન્ફર્મ
Vivo T1 Pro 5G અને Vivo T1 44W આ દિવસે ભારતમાં આપશે દસ્તક, ખાસ ફીચર્સ થઈ ગયા કન્ફર્મ
Vivo T1 Pro 5G અને Vivo T1 44W સ્માર્ટફોન ભારતમાં જલ્દી લોન્ચ થશે.
વીવોએ Vivo T1 Pro 5G અને Vivo T1 44Wના લોન્ચ માટે ફ્લિપકાર્ટ પર એક ઓફિશિયલ માઇક્રોસાઇટ સેટઅપ કરી છે. જેના પરથી એ ખ્યાલ આવે છે કે આ ફોનમાં 64 મેગાપિક્સલના સુપર નાઇટ પ્રાઇમરી કેમેરા સાથે 117 ડિગ્રી વાઇડ-એન્ગલ સેન્સર અને એક મેક્રો સેન્સર આપવામાં આવશે.
Vivo T1 Pro 5G and Vivo T1 44W India Launch: Vivo T1 Pro 5G અને Vivo T1 44W સ્માર્ટફોન 4 મે એ ઇન્ડિયન માર્કેટમાં આવવા માટે તૈયાર છે. Vivo T1 Pro 5G માં સ્નેપડ્રેગન 778G પ્રોસેસર હોવાની વાત કન્ફર્મ થઈ ગઈ છે. હવે વીવોએ આ અપકમિંગ હેન્ડસેટની અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જિંગ કેપેસિટી સાથે પ્રાઇમરી ઈમેજ સેન્સરની ડિટેલ્સનો પણ ખુલાસો કર્યો છે.
વીવોએ Vivo T1 Pro 5G અને Vivo T1 44Wના લોન્ચ માટે ફ્લિપકાર્ટ પર એક ઓફિશિયલ માઇક્રોસાઇટ સેટઅપ કરી છે. જેના પરથી એ ખ્યાલ આવે છે કે આ ફોનમાં 64 મેગાપિક્સલના સુપર નાઇટ પ્રાઇમરી કેમેરા સાથે 117 ડિગ્રી વાઇડ-એન્ગલ સેન્સર અને એક મેક્રો સેન્સર આપવામાં આવશે. આ ઉપરાંત, Vivo T1 Pro 5G 66W ટર્બો ફ્લેશ ચાર્જ અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપશે. વીવો અનુસાર, આ ટેક્નિક લગભગ 18 મિનિટની ચાર્જિંગમાં 50 ટકા સુધી બેટરી લાઇફ આપી શકે છે.
આ પહેલા રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે Vivo T1 Pro 5G Android 12 પર બેસ્ડ Funtouch OS 12 પર ઓપરેટ કરી શકે છે. તેમાં 90Hz રિફ્રેશ રેટ સાથે 6.44 ઇંચની ફુલ HD + AMOLED ડિસ્પ્લે હોવાની શક્યતા છે. ફ્રન્ટમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી શૂટર હોઈ શકે છે. આ હેન્ડસેટમાં 4,700mAhની બેટરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
Vivo T1 Pro 5G અને Vivo T1 44W સ્માર્ટફોન ક્રમશઃ iQoo Z6 Pro 5G અને iQoo Z6 4G જેવા દેખાઈ રહ્યા છે. આ સ્માર્ટફોન iQoo હેન્ડસેટ સાથે અમુક સ્પેસિફિકેશન્સ શેર કરી શકે છે. જો કે, મેઇન કન્ફિગરેશન, યુઝર ઇન્ટરફેસ અને કલર ઓપ્શન મામલે તે અલગ હોઈ શકે છે. ગયા વર્ષે વીવોએ Vivo T1 5G પણ રિલીઝ કર્યો હતો, જે iQoo Z6 5G જેવો હતો. iQoo વીવોની સબ-બ્રાન્ડ છે, પરંતુ Vivo T1 સિરીઝ અને iQoo Z6 સિરીઝના સ્માર્ટફોન દેશમાં એકબીજાને ટક્કર આપશે.
આ બંને સ્માર્ટફોન ભારતમાં 4 મે એ ડેબ્યુ કરશે. આ વાતની જાણકારી Vivoએ ટ્વિટર પર આપી છે અને સાથે જ ઇ-કોમર્સ સાઈટ Flipkart પર એક માઇક્રોસાઈટ બની છે. આ સ્માર્ટફોન Vivo T1 5G ને જોઈન કરશે જે આ વર્ષે ફેબ્રુઆરીમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર