Vivoના આ 9 સ્માર્ટફોનમાં મળશે Android Oreoનું અપડેટ

News18 Gujarati
Updated: February 13, 2018, 12:25 AM IST
Vivoના આ 9 સ્માર્ટફોનમાં મળશે Android Oreoનું અપડેટ
News18 Gujarati
Updated: February 13, 2018, 12:25 AM IST
ચીની સ્માર્ટફોન મેકર વીવોએ પોતાના સ્માર્ટફોનમાં Android Oreo આપવાની જાહેરાત કરી છે. હાલમાં એન્ડ્રોઈડ ઓરિયો લેટેસ્ટ મોબાઈલ ઓએસ છે અને કંપનીઓ ધીમે-ધીમે આને પોતાના સ્માર્ટફોન માટે રજૂ કરી રહી છે. જોકે, વીવી પોતાના સ્માર્ટફોનમાં પ્યોર એન્ડ્રોઈડ આપી રહ્યું નથી પરંતુ કંપની એન્ડ્રોઈડ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ આપી રહી છે.

Vivoના આ સ્માર્ટપોનમાં મળશે Android Oreo નું અપડેટ

Vivo X20

Vivo X20 Plus

Vivo X9s

Vivo X9s Plus

Vivo XPlay6

Vivo X9

Vivo X9 Plus

રિપોર્ટ અનુસાર આ સ્માર્ટફોન્સ માટે કંપની પહેલા Android Oreoનું બીટા વર્જન અપડેટ આપશે અને ત્યાર બાદ ફાઈનલ બિલ્ડ આપવામાં આવશે. બીટા રીલિઝ બાદ યૂઝર્સને ઓવર ધ એર એટલે OTA અપડેટ મળવાનું શરૂ થઈ જશે. અપડેટ માટે તમારા ફોનમાં નોટિફિકેશન આવશે. ત્યાર બાદ તમે બેકઅપ લઈને તમારા ફોનને અપડેટ કરી શકો છો.

મેન્યુઅલી અપડેટ ચેક કરવા માટે તમે મોબાઈલની સેટિંગ્સમાં જઈને પણ જોઈ શકો છો. સેટિંગ્સમાં જઈને એબાઉટ ફોન પર ટેપ કરો અને તમને અહી સિસ્ટમ અપડેટનું ઓપ્શન મળશે. અહીથી અપડેટ ચેક કરી શકો છો. આ અપડેટ સાથે જ સ્વાભિવક રીતે સ્માર્ટફોનનો રંગરૂપ બદલાઈ જશે. નવા ફિચર્સ મળશે તે ઉપરાંત ટ્રાંજિશન લેઆઉટ પણ મળશે. આ બધા સ્માર્ટફોન પાછલા વર્ષ નવેમ્બરમાં લોન્ચ થયા હતા.
First published: February 13, 2018
વધુ વાંચો
अगली ख़बर