Vivoના પોપ્યુલર સ્માર્ટફોનમાં બદલાવ આવશે, બહાર આવી જાણકારી

વીવો V11માં નવી ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવાની તૈયારીઓ કરી છે. જાણો કેવી રીતે બદલાશે તમારો વીવો ફોન

વીવો V11માં નવી ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવાની તૈયારીઓ કરી છે. જાણો કેવી રીતે બદલાશે તમારો વીવો ફોન

  • Share this:
    ન્યૂઝ 18 ગુજરાતી: વીવોના પોપ્યુલર સ્માર્ટ ફોન V11માં ખૂબજ જલ્દી એન્ડ્રોઇડ Pie રોલઆઉટ થશે, Geebkench દ્વારા આપવામાં આવેલા લિસ્ટિંગ મુજબ, આ ફોનમાં આગલા મહિના સુધીમાં Android pie અપડેટ થઈ જશે. જોકે, કંપનીએ આ અપડેશન વિશે કોઈ પણ પ્રકારની ઑફિશિયલ માહિતી જાહેર કરી નથી.

    ગીબકેંચની લિસ્ટિંગને જોઈએ તો જાણવા મળે છે કે નજીકના દિવસોમાં જ કંપની પોતાના અન્ય સ્માર્ટ ફોન્સમાં પણ Android pie અપડેટ કરશે. વીવો v11ને કંપનીએ સપ્ટેમ્બર 2018માં એન્ડ્રોઇડ 8.1 ઓરિયો સાથે લોન્ચ કર્યો હતો અને આ ફોન એન્ડ્રોઇડ 8.1 ઓરિયો પર શ્રેષ્ઠ ફનટચ os4.5 પર કામ કરે છે.

    ફોનમાં 6.3 ઈંચની ફુલ એચડી+ સુપર AMOLED ડિસપ્લે આપવામાં આવી છે, જેનો અટેચ રેશિયો 19.9 છે. આ ઉપરાંત આ સ્માર્ટફોન મીડિયાટેક હીલિયો P60 પ્રોસેસર આધારિત છે.



    vivo v11ની રેમ 64 GB સ્ટોરેજની છે. ફોટોગ્રાફી માટે vivo v11માં 16 મેગાપિક્સલ + 5 મેગા પિક્લસલ બેક કૅમેરા સેન્સર છે. જ્યારે ફ્રન્ટમાં 25 મેગાપિક્સલ કેમરાં છે. પાવર માટે આ સ્માર્ટફોનમાં 3,135 mAhની બેટરી આપવામાં આવી છે.

    વિવોએ તાજેતરમાં જ ચીનમાં NEX સીરિઝનો સ્માર્ટફોન nex dual display Edition લોન્ચ કર્યો છે. આ ફોનની સૌથી ખાસ વાત ડ્યૂઅલ ડિસપ્લે અને 10 GB રેમ અને ટ્રિપલ લેયર કેમેરા છે. કંપનીના ઑફિશિયલ Weibo એકાઉન્ટ મુજબ, આ ફોનના 10 GB+ 128GB વેરિઅંટને 4,998 યુઆન ભારતીય કિંમત મુજબ, લગભગ રૂપિયા 52,000 જેટલી છે.
    Published by:Jay Mishra
    First published: