જબરદસ્ત ફ્રન્ટ કેમેરા સાથે લોન્ચ થશે Vivoનો આ ફોન, જાણો કિંમત

વીવો 19 માર્ચે S સીરિઝનો સ્માર્ટફોન Vivo S1 લોન્ચ કરી શકે છે

ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની વીવો 19 માર્ચે S સીરિઝનો સ્માર્ટફોન Vivo S1 લોન્ચ કરી શકે છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: સ્માર્ટફોનના વધતાં ક્રેઝને જોતાં મોબાઇલ નિર્માતા કંપનીઓ એકથી એક ચઢિયાતા સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. આવામાં ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની વીવો 19 માર્ચે S સીરિઝનો સ્માર્ટફોન Vivo S1 લોન્ચ કરી શકે છે. જેની માહિતી Weibo પર લીક થઇ ગઇ છે.

  લીક થયેલી માહિતી પ્રમાણે, આ ફોનના રિયરમાં ટ્રિપલ કેમેરા સેટઅપ અને પોપ અપ સેલ્ફી કેમેરા હોઇ શકે છે. જેની કિંમત 2,000 યુઆન એટલે કે 20,800 રૂપિયા હોઇ શકે છે.

  ત્યાં જ, તેની ડિઝાઇનની વાત કરીએ તો આમાં ગ્રેડિયેન્ટ બેક પેનલ છે. ઉપરાંત બેક પેનલ પર Vivo V15 જેવું પોલિકાર્બોનેટ છે. લીક થયેલી માહિતી અનુસાર, આમાં 6.53 ઇંચની આઇપીએસ એલસીડી ફૂલ HD+ ડિસ્પ્લે હશે. જેનું રિઝોલ્યુશન 2340X1080p હશે. ફોન મીડિયાટેક હીલિયો P70 Soc પ્રોસેસર છે. કંપની આ ફોનને 6GB RAM અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે લોન્ચ કરી શકે છે. જોકે, સ્ટોરેજ ક્ષમતા વધારી શકાય છે.

  આ પણ વાંચો: આ સ્માર્ટફોન પર મળી રહ્યું છે 6000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

  ત્યાં જ, કેમેરાની વાત કરીએ તો આમાં બેક પેનલ પર ટ્રિપલ કેમેરા સેટઅપ હોઇ શકે છે. જેમાં 12MP+8MP+5MP કેમેરા હશે. ત્યાં જ સેલ્ફી માટે આમાં 24.8MP પોપ અપ સેલ્ફી કેમેરા હોઇ શકે છે. ફોનમાં 4000mAhની બેટરી હોઇ શકે છે. આ ફોન એન્ડ્રોઇડ પાઇ 9.0 પર કામ કરશે.
  Published by:Azhar Patangwala
  First published: