Home /News /tech /Vivoએ પહેલીવાર ભારતમાં ખોલ્યો ઓનલાઈન સ્ટોર, ખરીદી પર મળશે મોટી ઓફર

Vivoએ પહેલીવાર ભારતમાં ખોલ્યો ઓનલાઈન સ્ટોર, ખરીદી પર મળશે મોટી ઓફર

    ઓનલાઈન બજારોમાં પોતાની ઉપસ્થિતિ વધારવા માટે ચીની સ્માર્ટફોન નિર્માતા વીવોએ સોમવારે ભારતમાં ઇ-સ્ટોર લોન્ચ કર્યો. જે દેશભરમાં ઉત્પાદનો અને સેવાઓની આપૂર્તિ કરશે. વીવી ઇન્ડિયાના ચીફ માર્કેટિંગ ઓફિસર કેની જેંગે એક નિવેદનમાં કહ્યું કે, 'નવા ઇ-સ્ટોર સાથે, વીવોના સ્માર્ટફોનની નવી શ્રેણી લોન્ચ ઓફર્સ સાથે અમારા દેશભરના દેશભરમાં ગ્રાહકો માટે વીવો ફોન ઉપલબ્ધ થશે.'

    કંપનીએ કહ્યું કે વીવોની નવી શ્રેણીના સ્માર્ટફોન દેશભરમાં 10 હજાર પોસ્ટઓફિસ ક્ષેત્રોમાં ઉપલબ્ધ થશે. હેન્ડસેટ નિર્માતાએ જાહેરાત કરી કે 'લોન્ચ કાર્નિવલ'ની જેમ જ તે સ્માર્ટફોન પર 16થી 18 જાન્યુઆરી સુધી વિશેષ છુટ આપશે.

    ગ્રાહકોને આ ઓફર અંતર્ગત, પસંદ કરવામાં આવેલા કેટલાક સ્માર્ટફોન્સ પર 2 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ કુપન, 12 મહીનાનો સુધીનો 0 ટકા ઇએમઆઈ અને વીવો વી7 અને વી7 પ્લસ સ્માર્ટફોન્સ પર એક વખત સ્ક્રીન રિપ્લેસમેન્ટની ઓફર આપશે.

    આ સાથે જ કંપનીએ ગ્રાહકોની સુવિધા માટે પોતાની ઇ-સ્ટોર એપ્લિકેશન લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. જેમાં વર્ચુઅલ રિયાલિટી(વીઆર) સપોર્ટ અને લાઈવ ચેટનો ઓપ્શન મળશે. જેથી ગ્રાહકોને ખરીદી કરતી વખતે નિર્ણય કરવામાં મદદ મળે.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Vivo, ટેક ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन