આ કંપની લાવી રહી છે એવો ખાસ સ્માર્ટફોન, જેમા હશે બે ડિસ્પ્લે

આ સ્માર્ટફોનની બે તસવીર ચીનની વેબસાઇટ વેબો પર લીક થઇ છે.

આ સ્માર્ટફોનની બે તસવીર ચીનની વેબસાઇટ વેબો પર લીક થઇ છે.

  • Share this:
    ચીનની સ્માર્ટફોન કંપની વિવોએ આ વર્ષે જૂનમાં નેક્સ સીરીઝનો પહેલો સ્માર્ટફોન વિવો નેક્સ લોન્ચ કર્યો હતો. હવે તે જાણવા મળ્યું છે કે કંપની ટૂંક સમયમાં નેક્સ શ્રેણીનો આગામી સ્માર્ટફોન વિવો નેક્સ 2 ને લોન્ચ કરી શકે છે. આ સ્માર્ટફોનની બે તસવીર ચીનની વેબસાઇટ વેબો પર લિક થઈ ગઈ છે.

    તસવીર જોયા બાદ એવું લાગે છે કે કંપની તેના સ્માર્ટફોનને નૂબિયા એક્સ સ્માર્ટફોની જેમ ડ્યુઅલ ડિસ્પ્લે (ફ્રન્ટ અને રીઅર) અને ટ્રીપલ કેમેરા સેટઅપ સાથે લોન્ચ કરી શકે છે. ફોટોમાં બેક અને ફ્રન્ટ પેનલ છે, વિવો નેક્સ 2માં નોચ સાથેની બેઝલ-લેસ ડિસ્પ્લે હશે.



    આ સ્માર્ટફોનના પાછળની પેનલ વિશે વાત કરીએ, તો તેમાં ત્રણ પાછળનાં કેમેરા છે. જો કે, કેમેરો કેટલા મેગાપિક્સલનો છે તે વિશે કોઇ જાણકારી મળી નથી. જો કંપનીએ ડ્યુઅલ ડિસ્પ્લે સાથે વિવો નેક્સ 2 ને લોન્ચ કરે તો સેલ્ફી લેવા માટે આમા ફ્રન્ટ કેમેરાની જરુર નહીં રહે, યૂઝર્સ બેક કેમેરા સાથે જ સેલ્ફી લઇ શકે છે.

    આ પણ વાચો: જુગારમાં 1000 કરોડ હાર્યા Gioneeના ચેરમેન, કંપની દેવાળિયું ફૂંકવાની કગાર પર

    વિવોએ તાજેતરમાં ભારતમાં તેની વાય સિરીઝના સ્માર્ટફોન વિવો વાય 95 રજૂ કર્યો છે, જે ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 439 પ્રોસેસર અને 4 જીબી રેમ + 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે લોન્ચ કર્યો હતો. આ સ્માર્ટફોનની કિંમત 16,990 રૂપિયા છે. આ સ્માર્ટફોન વૉટરડ્રોપ નોચ સાથે આવશે. કંપનીએ આ સ્ટોરી નાઈટ અને નેબ્યુલા પર્પલ કલરમાં લોન્ચ કર્યો છે.
    Published by:Bhoomi Koyani
    First published: